Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

પાકિસ્તાનમાં પોલિયો રસીકરણની ટિમ પર આતંકી હુમલામાં એક પોલીસ કર્મીનું મોત

નવી દિલ્હી:ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનમાં મંગળવારના રોજ પોલીયોની રસીકરણની ટિમ પર આતંકવાદી હુમલામાં એક પોલીસકર્મીનું મોત નીપજ્યું છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કરક જિલ્લાના લતાંબર વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓએ ટિમ પર હુમલો કર્યો હતો. પોલીસકર્મી ટીમને સુરક્ષા આપી રહ્યા હતા તે દરમ્યાન  આ વિસ્તારમાં ઘૂસણખોરી કરીને એક પોલીસકર્મી પર ગોળીબારી કરવામાં આવી હતી. હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ પણ સંગઠન દ્વારા લેવામાં આવી નથી. દુનિયાઆખીમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બને એવા દેશ છે જ્યાં પોલિયોની મહામારી હજુ સુધી ચાલી રહી છે. આ પહેલા પણ આતંકવાદીએ પોલીયોની રસીકરણના પ્રોગ્રામમાં અડચણ ઉભી કરવામાં ઘણા પ્રયત્ન કર્યા હતા.

(5:54 pm IST)