Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

માનવીની સાથોસાથ હવે ઝૂમાં ત્રણ ગોરીલા પણ થયા કોરોના પોજીટીવ

નવી દિલ્હી: વિશ્વમાં કોરોના વાઇરસ માણસથી માણસમાં સંક્રમિત થઇ રહ્યા છે પરંતુ પ્રથમ વખત કોઇ માણસ દ્વારા પ્રાણી કોરોના વાઇરસનું સંક્રમણ થયું હોવાનું બહાર આવ્યું છે અને અમેરિકામાં સાન ડીયાગો સફારી પાર્કમાં ત્રણ ગોરીલાનાઓનો એક સમુહ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા અને તેઓને અહીં આવેલા કોઇ મુલાકાતી મારફત સંક્રમણ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાર્કના સીએઓના જણાવ્યા મુજબ કુલ 8 ગેરીલાઓ અહીં એકી સાથે રહે છે અને તેઓની હાલ સંક્રમણ સામે સંભાળ લેવામાં આવી રહી છે અને તેઓ સ્વસ્થ થઇ જશે તેવી ખાત્રી છે. તમામ 8 ગોરીલાઓને હાલ અન્ય પ્રાણીઓથી અલગ રાખવામાં આવ્યા છે જેથી તેમનું સંક્રમણ અન્ય પ્રાણીઓને લાગે નહીં. આ ગોરીલાઓ એક લીડર સાથે રહે છે અને તેના જણાવ્યા મુજબ આખો દિવસ પ્રવૃત્તિ કરતા હોય છે અને અમે તેમની દૈનિક પ્રવૃત્તિમાં કોઇ ખલેલ પહોંચાડવા માંગતા નથી. ગોરીલાએ કોરોના સંક્રમીત બનેલા સાતમો પ્રાણી હોવાનું મનાય છે. અગાઉ વાઘ, સિંહ, મીંક, હિમ્મના દિપડાઓ, કુતરા અને પાડેલી બીલાડીને સંક્રમણ થયું હતું. પરંતુ પ્રથમ વખત કોઇ વ્યકિતથી ગોરીલાને સંક્રમણ થયું હોવાનું નોંધાયું છે.

(5:53 pm IST)