Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

સાઉદી અરબી કરી દુનિયાના પ્રથમ કાર-ફ્રી સિટીની જાહેરાત

નવી દિલ્હી: સાઉદી અરબે જગતના પ્રથમ કાર-ફ્રી સિટીની જાહેરાત કરી છે. સાઉદી કુંવર મહમદ બિન સલામાને પોતે ટીવી પર આવીને તેની જાહેરાત કરી હતી. આ શહેર 170 કિલોમીટર લાંબુ અને પાતળી પટ્ટી જેવું હશે. શહેરમાં ક્યાંય કાર કે અન્ય વાહનો માટે રોડ નહીં હોય, પરંતુ ચાલકો માટે ફૂટપાથ હશે. એ રીતે ક્યાંય શેરી પણ નહીં હોય. તેની સામે એકથી વધુ પ્રકારના અવિરત ચાલનારા ઓટોમેટિક પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા હશે. નિઓમ નામના આ પ્રોજેક્ટ માટે સાઉદી અરબે 500 અબજ ડૉલરનું તોતિંગ બજેટ ફાળવ્યું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટની સગવડને કારણે ટ્રેન-મેટ્રો કે અન્ય ઓટોમેટિક ટ્રાન્સપોર્ટમાંથી ઉતરીને વ્યક્તિ ચાલીને પોતાના ઘરે પહોંચી શકશે.

       શહેરનો રસ્તો પણ 3 માળનો હશે. પહેલો માળ ફૂટપાથ તરીકે વપરાશે, તેની નીચેનો માળ સર્વિસ એરિયા અને તેની નીચેનો માળ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે વપરાશે. આ શહેરનું કાર્બન ઉત્પાદન શૂન્ય રાખવાનો સાઉદીનો ઈરાદો છે. આ પ્રોજેક્ટ દ્વારા 2030 સુધીમાં જ પોણા ચાર લાખ નોકરીઓ પણ સર્જાશે. દસ લાખ સુધીની વસ્તીના આ શહેરમાં તમામ સુવિધાઓ એવી રીતે ઉભી કરાશે કે કોઈ પણ વ્યક્તિ પાંચ મીનિટ ચાલીને ત્યાં પહોંચી શકે, પછી એ સ્કૂલ હોય કે દવાખાનુ હોય. કોઈ વ્યક્તિએ ગમે તે સુવિધા મેળવવા મહત્તમ 20 મિનિટ વોકિંગ કરવું પડશે.

(5:52 pm IST)