Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

જાપાનમાં ભારે વરસાદના કારણે 15 કલાક સુધી 430થી પણ વધુ લોકો ટ્રેનમાં ફસાયા

નવી દિલ્હી: જાપાનમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે રવિવારના રોજ 430થી પણ વધુ લોકો રાતભર ટ્રેનમાં ફસાઈ ગયા હતા.જેઆર ઇસ્ટ રેલવે કંપનીની શાખાના પ્રવક્તા સિનીચી સેકીએ જણાવ્યું કે લગભગ 15 કલાક સુધી ટ્રેન રોકાઈ જતા ભારે હાલાકી સર્જાઈ ગઈ હતી જેના કારણે 430થી પણ વધુ મુસાફરો ફસાઈ ગયા હતા.સેકીએ યાત્રિકોને 15કલાક સુધી થયેલ મુશ્કેલી બાબતે માફી પણ માંગી છે.

(6:33 pm IST)