Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

આ બે સાહિસકોએ જામી ગયેલા આર્કટિક મહાસાગરને સ્ક્રી દ્વારા ૮૭ દિવસમાં પાર કર્યો

સ્વિટ્ઝરલેન્ડ,તા.૧૧: મૂળ દક્ષિણ આફ્રિકાના સ્વિટ્ઝરલેન્ડમાં ૫૩ વર્ષના માઇક હોર્ન અને નોર્વેના ૫૭ વર્ષના બોર્જ ઓસલેન્ડે સાથે મળીને સ્કી દ્વારા આર્કટિક મહાસાગર પાર કરવાનું સાહસ  સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. બન્ને સાહસિકોએ રપમી ઓગસ્ટે અલાસ્કા પાસે બોટ દ્વારા મહાસાગર ઓળંગવાનું સાહસ શરૂ કર્યું હતું અને ૧૨ સપ્ટેમ્બરથી તેમણે સ્કી દ્વારા જામેલા મહાસાગરને પાર કરવાનું એડવેન્ચર આરંભેલું. તેમના અંદાજ મુજબ ૬૦ દિવસમાં જે એકસ્પીડિશન પૂરું થવાનું હતું એ લંબાઈને ૮૭ દિવસનું થઈ ગયું હતું. તેમની પાસે જરૂરી સામાનથી ભરેલી સ્લેજ ગાડી હતી, પણ છેલ્લું એક વીક તો તેમની પાસે કશું જ ખાવાનું બચ્યું નહોતું. અતિશય ઠંડી, પાતળો બરફ અને ખાવાની તંગીની વચ્ચે છેલ્લા થોડાક સમયમાં તેમણે બહુ જ કઠણાઈઓનો સામનો કર્યો હતો.

(3:26 pm IST)