Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

વર અને વધૂ બન્નેએ એકસરખો ડ્રેસ પહેરીને લગ્ન કર્યા

લાસવેગાસઃ તા.૧૧: લગ્નોત્સુક જોડાએ એકસરખાં કપડાં પહેર્યા છે એવું સાંભળીને કોઇને એવું લાગી શકે કે કદાચ આ સજાતીય લગ્ન હશે. ગે અથવા લેસ્બિયન કપલાનાં વેડિંગ વખતે બન્ને પાર્ટનર્સ સરખાં કપડાં પહેરે એવું બની શકે છે, પરંતુ અમેરિકાના લાસ વેગસમાંં એક વિજાતીય યુગલે લગ્ન કર્યા ત્યારે વરરાજાએ અદલોઅદલ કન્યા જેવો કે ડ્રેસ પહેર્યો હતો. ૫૩ વર્ષના ઇયાન ન્યુમેન નામના ભાઇએ ૫૧ વર્ષની એમા સ્પેર નામની કન્યા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ એ પછી બન્ને સાથે લગ્નની ખરીદી કરવા નીકળેલા. વાત એમ હતી કે છેલ્લા બે-ત્રણ વર્ષથી ઇયાનને પોતે છોકરી જેવો હોય તો વધુ સારૃં એવું ફીલ થવા લાગેલું. તેણે છોકરાઓની જેમ પેન્ટ-શર્ટ પહેરવાનું બંધ કરીને છોકરીઓ જેવું સ્ટાઇલિંગ કરવાનું શરૂ કરી દીધેલું. પોતાના બોયફ્રેન્ડમાં આવેલા આ બદલાવ છતાં એમાને એમાં કશું જ ખોટું નહોતું લાગતું. જયારે બન્ને ખરીદી કરવા સાથે ગયાં એ વખતે જ તેમને આઇડિયા આવ્યો કે બ્રાઇડ અને ગ્રુમ બન્ને એકસરખા જ કપડા પહેરે તો કેવું? ઇયાનને ગર્લ્સના કલોથ્સ બહુ જ ગમતા હતા એટલે તેણે પોતાના લગ્નમાં આવું ડ્રેસિંગ કરીને દુનિયાને પોતાની અંદર ચાલી રહેલી જાતિ વિશેની કશમકશ જાહેર કરવાનું નક્કી કરી લીધું. આ વાત તેમની દીકરીને પણ બહુ ગમી ગઇ. તેણે પપ્પા-મમ્મી બન્ને માટે એકસરખું સફેદ રંગનું સ્ટ્રેપલેસ ફ્રોક પસંદ કર્યુ. આ જ ફ્રોક પહેરીને બન્નેએ લગ્ન કર્યા.    

(11:51 am IST)