Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ઘરમાં અરિસો બનાવી શકે છે ગરીબ

આટલી વાતો ધ્યાનમાં રાખો

અરિસો આપણા જીવનમાં અહમ ભૂમિકા નિભાવે છે. ગમે તેમ હોય, આપણે દિવસમાં બે થી ત્રણ વાર તો અરિસામાં જોઇએ જ છીએ. કોઇ ખાસ જગ્યાએ જઇ રહયા હોઇએ કે પછી ઓફિસમાં ઇમ્પ્રેશન જમાવવી હોય તો અરિસામાં જોઇને જ આપણને ખબર પડે છે. અરિસાની મોટી ખાસિયત એ છે કે તે નેગેટીવ અને પોઝીટીવ એમ બંન્ને એનર્જીને પોતાની તરફ ખેંચે છે. પણ એ જ રીતે એ બંન્ને પ્રકારની ઉર્જાને રીફલેકટ પણ કરે છે. અરિસાની આ વિશિષ્ટતાના કારણે વાસ્તુદોષ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક લોકોનું માનવું છે કે ખોટી રીતે કરવામાં આવેલ અરિસાનો ઉપયોગ જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.

બેડરૂમમાં ન લગાવાય અરિસો

વાસ્તુશાસ્ત્ર કહે છે કે લોકોએ કયારેય પણ અરિસો પોતાના શયનખંડમાં ન લગાવવો જોઇએ. જો શયનખંડમાં અરિસો લગવવો જરૂરી હોય તો તેને એવી જગ્યાએ લગાવવો જોઇએ જયાંથી સવારમાં ઉઠતાવેંત પોતાનું મોઢું ન જોઇ શકાય.

તુટેલો અરિસો

ઘરમાં કયારેય પણ તુટેલો અરિસો ન રાખવો જોઇએ. વાસ્તુ નિષ્ણાંતોના મતે, ઘરમાં જો તુટેલો અરિસો હોય તો તે નકારાત્મક ઉર્જા ફેલાવે છે જેના લીધે ઘરમાં ઘણા પ્રકારની તકલીફો ઉત્પન્ન થાય છે. ઘરમાં તુટેલ અરિસો રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે અંતર વધવા લાગે છે. સાથે તણાવ પણ ઉત્પન્ન થાય છે. તુટેલા અરિસામાં ચહેરો જોવાથી તમારી તંદુરસ્તીને પણ હાની પહોંચી શકે છે.

આ દિશામાં રાખવો અરિસો

અરિસો ઘરમાં કઇ જગ્યાએ રાખવો તે  પણ મહત્વપૂર્ણ બાબત છે. અરિસો હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં જ રાખવો જોઇએ. ઉત્તર પૂર્વ દિશામાં અરિસો રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

ગોળાકાર અરિસો ન રાખવો

ગોળાકાર અરિસો જોવામાં સુંદર અને આકર્ષક દેખાય છે. પણ ગોળ અરિસો ઘરમાં કયારેય ન રાખવો જોઇએ. ગોળાકાર અરિસો કેટલાય વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે. ઘરમાં ચોરસ અથવા લંબચોરસ અરિસ રાખવો જોઇએ.

પશ્ચિમ દિશામાં ન રખાય

ઘરમાં પશ્ચિમ દિશાળમાં અરિસો કયારેય પણ ન રખાય. પશ્ચિમ દિશામાં અરિસો રાખવાથી કેટલાય પ્રકારના રોગ અને ભગવાનના રોષનો સામનો કરવો પડે છે.

અરિસા પર જામેલ ધૂળ

 અરિસા પર ધૂળ જામી જાય તો તે શુભ સંકેત નથી. અરિસામાં ધૂળ અને માટી જામે તો તેને તરત સાફ કરવો જોઇએ. અરિસાનો ઉપયોગ ત્યારે જ કરો જયારે તે સંપૂર્ણપણે સ્વચ્છ હોય. કેમ કે સ્વચ્છ અરિસો કેટલાય પ્રકારના લાભ આપે છે. ટોઇલેટમાં અરિસો લગાડવાથી વાસ્તુદોષ દૂર થાય છે માટે અરિસો ટોઇલેટમાં જરૂર લગાડવો જોઇએ.

(11:50 am IST)