Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

સિનેમાઘરો પર 35 વર્ષથી લાદેલ પ્રતિબંધને સાઉદી અરબ સરકારે હટાવ્યો

નવી દિલ્હી: સાઉદી અરબમાં 35 વર્ષ પહેલા સિનેમાઘરો પર લગાવવામાં આવેલા પ્રતિબંધને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાઉદી અરબના સંસ્કૃતિ અને સૂચના મંત્રાલયે કહ્યું કે સાઉદી અરબ બોર્ડ ઓફ ધ જનરલ કમિશન ફોર ઓડીયોવિજિયુલિ મીડિયા સિનેમાઘરોને લાઇસેંસ આપવા માટે મંજૂરી આપી દીધી છે.  આ ઉપરાંત વધુમાં કહ્યું કે આ નિર્ણયથી સાઉદીના આર્થિક વિકાસમાં પણ લાભ થશે અને રોજગારની તકો પણ વધશે.

(5:48 pm IST)