Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

બાળકના જન્મ વખતે માની ઉંમર ૪૦ વર્ષની આસપાસ હોય તો દીકરીને ફર્ટિલિટીની સમસ્યા સર્જાઇ શકે છે

ન્યુયોર્ક તા. ૧૧: આજકાલ મહિલાઓ બાળકનું પ્લાનિંગ મોટી ઉંમરે કરે છે. યંગ એજમાં કરીઅરમાં ધ્યાન આપીને મિડલ એજ પછી બાળકને જન્મ આપવાનું ચલણ વધી રહ્યું છે. જોકે એનાથી આવનારી પેઢીમાં અને ખાસ તો છોકરીઓમાં ફર્ટિલિટીની સમસ્યા સર્જાઇ શકે છે. અમેરિકાના એટલાન્ટામાં આવેલી રીપ્રોડકિટવ બાયોલોજી ઇન્સ્ટિટયૂટના નિષ્ણાતોનું કહેવું છે કે સ્ત્રીઓમાં જેમ-જેમ ઉંમર વધતી જાય એમ અંડાશયમાંથી છૂટાં પડતાં ઇંડાની કવોલિટી ઘટતી જાય છે. શરૂઆતમાં ગર્ભધારણમાં તકલીફ નથી પડતી, પરંતુ ઓવરીમાંથી જે અંડબીજ પેદા થાય છે એમાં જિનેટિકલ ડેમેજ થયું હોવાની સંભાવના વધે છે. મતલબ કે જે અંડબીજમાંથી ભ્રૂણ પેદા થાય છે એમાં જ જનીનગત ગરબડ થઇ હોય તો એમાંથી પેદા થતા બાળકમાં પણ એ ગરબડ આગળ વધે છે. અભ્યાસમાં નોંધાયું હતું કે માની મોટી ઉંમરને કારણે અંડબીજને થયેલું ડેમેજ માત્ર દીકરીની ફર્ટિલિટી પર અસર કરે છે, ન્યુ ઓર્લીનમાં આવેલી અમેરિકન રીપ્રોડકિટવ મેડિસિનના નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્ય રીતે મહિલાઓનો મેનોપોઝનો સમય પ૦ વર્ષની આસપાસનો હોય છે, પરંતુ કેટલીક મહિલાઓમાં એ વહેલો આવી જાય છે. જો બાળકને જન્મ આપતી વખતે મેનોપોઝ નજીકમાં હોય તો આવા સમયે જન્મેલી દીકરોઓની ફર્ટિલિટી યંગ એજથી જ નબળી હોઇ શકે છે. પિતાની ઉંમરને કારણે દીકરીની ફર્ટિલિટી પર ખાસ અસર નથી થતી.(૭.૧૦)

 

(12:42 pm IST)