Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

પેરિસના આઇફલ ટાવરથી દોરડા પર ચાલીને સીન નદી પાર કરી

સેંકડો ફુટ ઊંચે તંગ દોરડા પર ચાલવામાં માહેર ફ્રાન્સના નેથન પોલિન નામના બાવીસ વર્ષના જાંબાજે તાજેતરમાં પેરિસના આઇફલ ટાવર પાસે એક અનોખું કારનામું કર્યું હતું. આઇફલ ટાવરથી સીન નદી પાર કરીને સામેના છેડે આવેલા ટ્રોકાડેરા સ્કવેર પર ૨૦૦ ફુટ ઊંચે બાંધેલા દોરડા પર નેથને રોપવોક કર્યું હતું. એક ચેરિટી માટે આ સ્ટન્ટ કરવામાં આવ્યો હતો જેનું ફ્રાન્સની એક લોકલ ચેનલ પર લાઇવ પ્રસારણ પણ થયું હતું. ૨૧૯૮ ફુટ લાંબા આ દોરડા પર તે ખુલ્લા પગે ચાલ્યો હતો. નેથને રોપવોકના ડઝનબંધ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. છેક છેલ્લે સ્ટન્ટ પૂરો કરીને તે દોરડા પર જ ઊંધે માથે લટકી ગયો હતો અને નીચે તેને ચિયર કરવા આવેલી પબ્લિકનું અભિવાદન કર્યું હતું.

(12:39 pm IST)