Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

માઇક્રોવેવમાં વાઇટ સિમેન્ટથી માથું સીલ કરી દેવાનો સ્ટન્ટ ભારે પડયો

લંડન તા. ૧૧ : યુટયુબ ચેનલ પર કંઇ પણ ધડમાંથી વિનોના કારનામાં કરીને રાતોરાત ફેમસ થવાના અભરખા આજની યુવા પેઢીમાં એ હદે વધી રહ્યા છે કે તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે. થોડાક દિવસ પહેલા ઇંગ્લેન્ડના વોલ્વરહેમ્પ્ટન શહેરમાં જિમી સ્વિન્ગ્લર નામના બાવીસ વર્ષના યુવાને તેના બે ધનચકકર દોસ્તોની સાથે મળીને પોતાનું જ માથું માઇક્રોવેવમાં વાઇટ સિમેન્ટથી સીલ કરી દેવાનો સ્ટન્ટ યુટયુબ પર લાઇવ દેખાડવાની કોશિશ કરી. પહેલા તો તેણે બે ડબ્બા વાઇટ સિમેન્ટ લઇને પાણીમાં ભેળવી. એ પછી એને માઇક્રોવેવમાં નાખીને ચારેકોર લગાવી દીધી. એ પછી પોતાના મોં પર પ્લાસ્ટિકની થેલી ઓઢી એમાં હવા જઇ શકે એ માટે ટોટી ભરાવી અનેપછી થેલી સહિત પોતાનું માથું માઇક્રોવેવમાં અંદર નાખી દીધું. સ્ટન્ટ આટલેથી અટકયો નહીં. તેના દોસ્તોએ ચારે તરફથી હેરડ્રાયર કરી. ડ્રાય થઇને સીલ થઇ ગયેલી સિમેન્ટે તેનું માથું એટલું સજજડ રીતે પકડી લીધું કે તેના બે દોસ્તોએ માઇક્રવેવ અવન ખેંચ્યું એ છતા તેનું માથું છુટુ ન પડયું કલાક સુધી જાતે મહેનત કરી પણ માથું નીકળે એવા કોઇ આસાર ન લાગ્યા, પણ હવા માટે જે ટોટી નાખેલી એના પર પ્રશેર વધી રહ્યું હોવાથી તેને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થતી હતી. આખરે તરત જ તેના દોસ્તોએ ફાયરફાઇટર્સને બોલાવ્યા. પહેલા તો માણસનો જીવ બચાવવા માટે ફાયરફાઇટર્સે ઘણી કોશિશ કરી, પણ પછી આખરે માઇક્રોવેવ અવનના જ તમામ પુરજા છુટા પાડવાનું મુનાસિબ લાગ્યું જયારેજિમીનું માથું નીકળ્યું એ પછી પણ તેના ચહેરા પર નફફટ હાસ્ય હતું. ફાયરફાઇટર્સે આ ઘટના વિશે ટ્વીટ કરીને યુવકોના કારનામાને વખોડયું હતું.

 

(12:43 pm IST)