Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

માથાથી મોટરસાઇકલ ચલાવતો માણસ જોઇ લો

બ્રાઝિલમાં એક બાઇકર સુપરમેનની જેમ હાથ અને પગ વાપર્યા વિના બાઇક ચલાવવાનો સ્ટન્ટ કરતો વિડિયોમાં ઝડપાયો છે. ભાઇ સીટ પર ઉંધા સૂઇ ગયા છે અને હાથ પણ પાછળ રાખ્યા છે. સ્ટિયરિંગને સ્થિર રાખવા માથું અડાડેલું આ સ્ટન્ટ વખતે બાઇકની સ્પીડ પણ લગભગ ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની હતી. વાહનોથી ભરચક રોડ પર ર૪ વર્ષનો યુવક કો ડ્રાઇવિંગ લાઇસન્સ વિના અને નંબર-પ્લેટ વિનાની બાઇક લઇને ફરતો જોવા મળ્યો હતો. જો કે નજીકમાંથી પસાર થતી કારના પેસેન્જરે આ વિડિયો ઉતાર્યો હતો અને સોશ્યલ મીડિયામાંતરતો મુકીને બ્રાઝિલ પોલીસને સાબદી કરી હતી. લેટેસ્ટ સમાચાર મુજબ પોલીસે આ સ્ટન્ટમેનને પકડી લીધો છે.

 

 

(12:38 pm IST)