Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

એકસ - મેયરની વાઇફે તૂટેલી ફુટપાથ પરથી પડી જતાં પ૪.૮ લાખ રૂપિયાનો દાવો માંડયો

ન્યુયોર્ક તા. ૧૧ :.. કેલિફોર્નિયાના સેન ડીએગોના ભુતપૂર્વ મેયર રોજર હેજકોકની પત્નીએ નગર પ્રશાસન પર ૮પ,૦૦૦ ડોલરના વળતરનો દાવો માંડયો છે. ૭૦ વર્ષનાં સિન્થિયા હેજકોક બે વર્ષ પહેલાં એક સ્ટ્રીટ પર ચાલી રહ્યાં હતાં. એ વખતે એક હાથમાં ફોલ્ડર હતું અને બીજા હાથમાં ફોન. તૂટેલી ફુટપાથ સાથે અથડાતાં બહેન ભમ થઇ ગયાં. બેઉ હાથમાં ચીજો હોવાથી તેઓ આજુબાજૂની ચીજોનો સહારો લઇ શકે એ પહેલાં જ છાતીભેર સીધાં જમીન પર પટકાયાં. થયું એવું કે જોરદાર પછડાટને કારણે  તેમનાં આર્ટિફીશ્યલ બ્રેસ્ટ-ઇમ્પ્લાન્ટ ફાટી ગયાં. પડયાં પછી બે વીક સુધી તેમને દુખાવો થતો રહ્યો, પણ તેમણે ગણકાર્યો નહીં. જો કે એ પછીથી ડોકટરને બતાવ્યું તો હકિકત ખબર પડી. બ્રેસ્ટ-ઇમ્પ્લાન્ટ તાત્કાલીક કઢાવવા પડયાં અને એ બધાને કારણે જ હેરાનગતિ  થઇ એ માટે તેમણે નગર પ્રશાસન પાસે મોટો વળતરનો દાવો માંડયો. બે વર્ષ સુધી કોર્ટમાં ખાસ્સી દલીલો ચાલી. તેમનાં બ્રેસ્ટ -ઇમ્પલાન્ટ વીસ વર્ષ જૂના હતાં. એટલે આમેય જર્જરિત અવસ્થામાં હતા અને આ માત્ર પૈસા પડાવવાનો પેંતરો છે એવી દલીલો પણ થઇ. જો કે આખરે એકસ-મેયરનાં પત્ની કેસ જીતી ગયાં અને હવે નગર પ્રશાસન તેમને પ૪.૮ લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવશે.

 

(9:37 am IST)