Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

રશિયાની શાળાઓમાં બાળકોનું આ રીતે કરવામાં આવે છે બ્રેઇનવોશ

નવી દિલ્હી: રશિયાની સ્કૂલોમાં દેશભક્તિના પાઠ ભણાવાય છે. એક રીતે તેઓનું બ્રેઈનવૉશ કરાય છે કે યુક્રેન પર હુમલો યોગ્ય અને જરૂરી હતો. છેલ્લા બે મહિનાથી ‘કન્વર્શેસન અબાઉટ ઇમ્પોર્ટંટ થિંગ્સ’ નામથી રશિયા દરેક સ્કૂલમાં વિશેષ વર્ગ ચલાવી રહ્યું છે. તેમાં જણાવાય છે કે કેમ રશિયન સૈનિકો દ્વારા યુક્રેની વિસ્તારો પર કબજો કરવો ઐતિહાસિક ન્યાય છે. તેની પાછળ તર્ક અપાય છે કે યુક્રેન મૂળ રીતે રશિયાનો જ હિસ્સો હતો. આ વર્ગમાં ગેરહાજર રહેનારા બાળકો, માતા-પિતા અને શિક્ષકો પર સરકાર કાર્યવાહી કરી રહી છે. રશિયાની સ્કૂલોમાં દેશભક્તિના પાઠ ભણાવાય છે. એક રીતે તેઓનું બ્રેઈનવૉશ કરાય છે કે યુક્રેન પર હુમલો યોગ્ય અને જરૂરી હતો. છેલ્લા બે મહિનાથી ‘કન્વર્શેસન અબાઉટ ઇમ્પોર્ટંટ થિંગ્સ’ નામથી રશિયા દરેક સ્કૂલમાં વિશેષ વર્ગ ચલાવી રહ્યું છે. તેમાં જણાવાય છે કે કેમ રશિયન સૈનિકો દ્વારા યુક્રેની વિસ્તારો પર કબજો કરવો ઐતિહાસિક ન્યાય છે. તેની પાછળ તર્ક અપાય છે કે યુક્રેન મૂળ રીતે રશિયાનો જ હિસ્સો હતો. આ વર્ગમાં ગેરહાજર રહેનારા બાળકો, માતા-પિતા અને શિક્ષકો પર સરકાર કાર્યવાહી કરી રહી છે. બાળકીના લેપટોપ અને ઇન્ટરનેટ ગતિવિધિઓની તપાસ કરાઇ હતી. આરોપ કરાયો કે બાળકી લેપટોપ પર ઉગ્રવાદી ચેનલ જોઇ રહી હતી તેમજ સોશિયલ મીડિયા પર યુક્રેન સમર્થિત મીમ્સ પોસ્ટ કરી રહી હતી. આવા વર્ગથી દૂર રહેનારા શિક્ષકોને પણ કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષક તાટયાના ચેરવેન્કો પર ટ્રાયલ ચાલી રહી છે. સ્કૂલમાં કામકાજમાં સરકારની દખલની ટીકા કરનારા શિક્ષક રાઉસચન વલીઉલીનની હકાલપટ્ટી કરાઇ હતી. તેમણે કહ્યું કે તે કોર્ટ જઇ શકે છે પરંતુ ડર છે કે સ્કૂલે પરત ફર્યા બાદ વોચ રખાશે. આ બધાથી બચવા માટે તેઓ કિર્ગિસ્તાન જઇ રહ્યાં છે.

(6:41 pm IST)