Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ઈટાલીના સીએના પ્રાંતમાં બે હજાર વર્ષથી પણ વધુ જૂની મૂર્તિઓ મળી આવી

નવી દિલ્હી: પુરાતત્વવિદોએ પાણીમાં બે ડઝનથી વધુ સારી રીતે સચવાયેલા કાંસ્ય ગ્રીકો-રોમન દેવતાઓ શોધી કાઢ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મૂર્તિઓ 2 હજાર વર્ષથી પણ વધુ જૂની છે. નિષ્ણાંતો ખોદકામમાં મળેલી આ મૂર્તિઓને સનસનીખેજ શોધ કહી રહ્યા છે. આ શિલ્પો ઈટાલીના સિએના પ્રાંતના ટસ્કની વિસ્તારમાંથી મળી આવ્યા છે. આ શહેર રોમથી લગભગ 160 કિમી ઉત્તરે આવેલું છે. પુરાતત્વવિદો વર્ષ 2019 થી આ વિસ્તારમાં એક પ્રાચીન બાથહાઉસના ખંડેરોની શોધ કરી રહ્યા છે. સિએનામાં યુનિવર્સિટી ફોર ફોરેનર્સના આસિસ્ટન્ટ પ્રોફેસર જેકોપો ટેબોલી આ ખોદકામનું સંકલન કરી રહ્યા છે. તેમણે કહ્યું- આ ખૂબ જ મહત્વપૂર્ણ અને અસાધારણ શોધ છે. સંસ્કૃતિ મંત્રાલયના ટોચના અધિકારી માસિમો ઓસાનાએ આ શિલ્પોની શોધને પ્રાચીન ભૂમધ્ય સમુદ્રના ઈતિહાસની સૌથી અદભૂત શોધ ગણાવી હતી. ઓસાનાએ રિયાસ બ્રોન્ઝની શોધ પછી તેને સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યું છે. તે સમય દરમિયાન પ્રાચીન ગ્રીક યોદ્ધાઓની એક વિશાળ જોડી મળી આવી હતી. વર્ષ 1972માં તેને ઈટાલીના બીચ પરથી કાઢવામાં આવ્યું હતું.

(6:40 pm IST)