Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

આ યુવતીના નાકમાં હાડકું જ નથી

ઍક ક્લિપમાં રોમાનાઍ નાકને અંદરની તરફ ધકેલ્યું હતુ

લંડન, તા.૧૧: સુંદર અવાજ અને મેકઅપ રૂટીન કરનાર રોમાના બ્રુઇન્‍ટજેસ ટિકટૉક પર ૬૫,૦૦૦ ફૉલોઅર ધરાવે છે. નેધરલૅન્‍ડ્‍સની આ યુવતીએ તાજેતરમાં જાહેર કર્યું કે મારા નાકમાં હાડકું જ નથી. તેનો આ ખુલાસો સાંભળ્‍યા બાદ ઘણા લોકો પ્રભાવિત થયા હતા તો કેટલાકે રોમાનાની મજાક પણ ઉડાડી હતી. એક ક્‍લિપમાં રોમાનાએ નાકને અંદરની તરફ ધકેલ્‍યું હતું. હાડકું ન હોવાને કારણે તેની નસ ચપટી થઈ ગઈ હતી. તેનું નાક કેટલું સંકુચિત થઈ શકે છે એ દર્શાવવા તેણે શાવર સામે જઈને નાકને દબાવ્‍યું હતું. એક યુઝરે કહ્યું કે જો મારું નાક આવું હોત તો હું કોઈની પણ સાથે લડતાં ડર્યો ન હોત. અન્‍ય એક યુઝરે પણ કહ્યું હતું કે મારું નાક પણ આ જ રીતે સપાટ થઈ જાય છે.

 

(3:28 pm IST)