Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

અમેરિકામાં સફેદ પૂંછડીના હરણ કોરોના સંક્રમિત થયા હોવાની માહિતીથી ચકચાર

નવી દિલ્હી: આ એ વાયરસ છે જે માણસોમાં કોરોનાનું કારણ બને છે. જાન્યુઆરીથી માર્ચ 2021ની વચ્ચે મિશિગન, પેન્સિલ્વેનિયા, ઈલિનોઈસ અને ન્યૂયોર્કમાં જે હરણનું પરીક્ષણ કરાયું તેમાંથી 40 ટકામાં એન્ટીબોડી જોવા મળ્યા. અન્ય એક રિપોર્ટમાં નવેમ્બર 2020 અને જાન્યુઆરી 2021ની વચ્ચે આયોવામાં લેવાયેલા સેમ્પલમાં 80 ટકા હરણમાં વાયરસ હોવાની વાત કરાઈ હતી. રિપોર્ટમાં જાણવા મળે છે કે સંક્રમણનું વધારે પડતું સ્તર હરણ સક્રિય રીતે વાયરસને એક મેક સુધી પહોંચાડે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અલગ સાર્સ કોવ2 વેરિઅન્ટની પણ ઓળખ કરાઈ છે. તેનાથી ખ્યાલ આવે છે કે અનેક માણસો હરણથી સંક્રમિત થયા છે.

ઉત્તરી અમેરિકામાં મોટી સંખ્યામાં સફેદ પૂંછડીના હરણ જોવા મળે છે. એ પણ સાચું છે કે આ હરણ ખાસ કરીને માણસોની વચ્ચે રહે છે. આ બીમારીની 2 પ્રજાતિની વચ્ચે સ્થાનાંતરિત કરવાની શક્યતાઓને વધારે છે. આ વાયરસ મનોરંજન, પર્યટન અને શિકારને લઈને સામેલ થઈ શકે છે. જે શિકારીઓ મૃત જાનવરોના સંપર્કમાં રહે છે તેમનાથી તે વધારે ફેલાય છે.

(5:45 pm IST)