Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

આ દેશની ટ્રેન ટ્રાન્સપોર્ટ તેના સિસ્ટમ માટે અને ચોક્કસ સમય માટે છે વિશ્વભરમાં પ્રખ્યાત

નવી દિલ્હી:  જાપાનની ટ્રેન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તેના ચોક્કસ સમય માટે વિશ્વભરમાં પ્રખ્યાતડ્રાઇવરની ભૂલને કારણે એક ટ્રેન માંડ એક મિનિટ મોડી પડતા એકશન લેવાયુંઅહીં ટ્રેનો મોડી પડવી તે ખૂબ જ દુર્લભ છે. ટ્રેન એક મિનિટ પણ મોડી જાપાનમાં હેડલાઇન્સ બની જાય છે. આવી સ્થિતિમાં જ્યારે ડ્રાઇવરની ભૂલને કારણે એક ટ્રેન માંડ એક મિનિટ મોડી પડી ત્યારે તેના પગારમાંથી 56 પાઉન્ડ (લગભગ સાડા 5 હજાર) કાપવાનો આદેશ આપવામાં આવ્યો.

આ આદેશ વિરુદ્ધ ટ્રેન ડ્રાઈવરે કોર્ટમાં જઈને 14,300 પાઉન્ડ એટલે કે 14 લાખ રૂપિયાના વળતરની માંગણી કરી હતી. હવે અન્ય લોકો પણ આ ડ્રાઈવરના સમર્થનમાં આવ્યા છે. આવો જાણીએ સમગ્ર મામલો. 'ડેઇલી મેઇલ'ના અહેવાલ મુજબ ડ્રાઇવર ગયા વર્ષે 18 જૂનના રોજ ઓકાયામા સ્ટેશનથી ખાલી ટ્રેન માટે રવાના થયો હતો. આ દરમિયાન અચાનક તેને પેટમાં દુ:ખાવો થયો અને પછી તે બાથરૂમમાં ગયો. તેણે તેના જુનિયર ડ્રાઈવરને ચાર્જ સોંપ્યો, પરંતુ તેણે ટ્રેનને ખોટા પ્લેટફોર્મ પર હંકારી. જેના કારણે ટ્રેન એક મિનિટ મોડી પડી હતી. એટલે કે ટ્રેનના ઉપડવા અને આવવા બંનેમાં એક-એક મિનિટનો વિલંબ થયો હતો. જેના કારણે વેસ્ટ જાપાન રેલવે કંપનીએ તેના જુલાઈના પગારમાં 5,600 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

(5:43 pm IST)