Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

એપલ-૧ : સ્ટીવ જોબ્સે ૪૫ વર્ષ પહેલા બનાવેલ કોમ્પ્યુટરની હરરાજી થશે

બોલી રૂ. ૪.૫૦ કરોડથી વધુ બોલાઈ શકે છે

લંડન, તા. ૧૧ :. એપલ અને તેના સહ સંસ્થાપક સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વો જિનયાક દ્વારા નિર્મિત એક દુર્લભ કોમ્પ્યુટર એપલ-૧ની હરરાજી કરવામાં આવી રહી છે. જોન મોહન ઓકશનર્સ મુજબ તેની બોલી ૬ લાખ ડોલર (૪.૪૬ કરોડ) સુધી જઈ શકે છે. એક શૈફી પ્રોફેસર પાસે આ કોમ્પ્યુટર હોવાથી તેને શૈફી કોલેજ એપલ-૧ના રૂપે ઓળખવામાં આવે છે.

સાથે બે એપલ-૧ સોફટવેર કેસેટ ટેપ પણ છે, જેમાં એપલ-૧ લોડીંગ સોફટવેર માટે મેમરી લોકેશન અને હસ્તલીખીત ઈન્ડેકસ કાર્ડ પણ સામેલ છે.

(11:33 am IST)