Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ચંદ્ર ઉપર માનવ મિશન ૨૦૨૫માં : પહેલી મહિલા અંતરીક્ષયાત્રીનું મુન લેન્ડીંગ થશે

નાસાનું આર્ટેમિસ મિશન પાછું ઠેલાયુ

 

વોશીંગ્ટન,તા. ૧૧ : ૧૯૭૨ પછી ચંદ્ર ઉપર બીજુ માનવ મિશન આર્ટેમિસ મોકલવા માટે નાસાએ તારીખ પાછળ ઠેલી છે. નવી તારીખ ૨૦૨૫ ના મેની નક્કી કરી છે. ટ્રમ્પ તંત્રએ આ મિશન માટે ૨૦૨૪ નક્કી કરેલ. મિશનમાં મોડુ થવા બદલ નાસાના પ્રશાસક બીલનેલ્સને બ્લુ ઓરીજીન સાથે ચાલી રહેલ કોર્ટ કેસ, વધતો ખર્ચ અને કોરોનાનું કારણ જણાવેલ.

આર્ટેમિસ મીશનમાં મોડુ જેફ બેજોસની બ્લુ ઓરીજીનના કારણે ઓગસ્ટમાં નાસા ઉપર કરાયેલ કેસથી થયું છે. વધેલ ખર્ચ અને કોરોના પણ શેડયુલીંગ પાછળ ઠેલવવા માટે કારણભુત છે.

(10:39 am IST)