Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

અમેરિકન ફાર્મા કંપનીએ કોરોના વેક્સિનને લઈને કર્યો દાવો:વેક્સીન ત્રીજા ચરણના ટ્રાયલમાં 90 ટકા પ્રભાવી હોવાનો દાવો

નવી દિલ્હી: અમેરિકન ફાર્મા કંપની ફાઈઝર અને તેમની જર્મનીની પાર્ટનર કંપની BioNTech SEનો દાવો છે કે કોરોના વાયરસ વેક્સીન ત્રીજા ચરણના ટ્રાયલમાં 90 ટકા પ્રભાવી છે. કોરોના કાળમાં આ બે કંપનીઓ પહેલી એવી કંપની છે જેમણે વેક્સીનનો મોટા પાયે ઉપયોગ કર્યો અને સફળ પરિણામના આંકડા રજૂ કર્યા છે.

નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં વેક્સીનના અને પ્રભાવી પરિણામનો આસાર છે. રિપોર્ટ્સ અનુસાર ફાઈઝર આપાત સ્થિતિમાં કોરોનાની આ વેક્સીનનો ઉપયોગ કરવાની પરવાનગી માટે અરજી કરવાની તૈયારીમાં છે. અમેરિકામાં કોરોનાની વેક્સીનના લેટેસ્ટ ટ્રાયલની દોડમાં લાગી દસ મોટી કંપનીઓમાં આ બે કંપનીઓનું નામ પણ સામેલ છે. તો અન્ય ચાર કંપનીઓને લઇ શોધ પણ ચાલી રહી છે.

(5:51 pm IST)