Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ચીને લોંચ કર્યો દુનિયાનો પ્રથમ 6-જી ઉપગ્રહ

નવી દિલ્હી: ચીને ટેકનોલોજીના પરીક્ષણ કરવા માટે અંતરીક્ષમાં દુનિયાનો પ્રથમ 6-જી ઉપગ્રહને લોન્ચ કર્યો છે કે જે 5-જીથી 100 ગણો વધારે ઝડપી હોઈ શકે છે. ચીનના શાંકસી પ્રાંત તાઈયુઆન સેટેલાઈન લોન્ચ સેન્ટરથી 12 અન્ય ઉપગ્રહોની સાથે કક્ષામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ ઉપગ્રહના સફળતાપૂર્વક લોન્ચ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ 5-જીની તુલનાએ અનેક ગણી વધુ ઝડપી રહેશે. જેમાં ઝડપથી ડેટા ટ્રાન્સમીશન મેળવવા માટે ઉચ્ચ આવૃતિ વાળા તરંગોનો ઉપયોગ સામેલ છે. ચીની મીડીયા અનુસાર આ ઉપગ્રહમાં એવી ટેકનોલોજી પણ છે જે ખેતીના પાકની દેખરેખ અને જંગલની આગામી રોકથામ માટે ખાસ્સી ઉપયોગી સાબીત થશે.

(5:50 pm IST)