Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

લીબિયાની રાજધાની ત્રિપોલીમાં ગોળીબારીની ઘટનામાં બે લોકોના મોત

નવી દિલ્હી: લીબિયાની રાજધાની ત્રિપોલીમાં ગોળીબારીની ઘટનાના કારણે બે લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે સ્વાસ્થ્ય મંત્રાલયદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત લિબિયા સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા ફાવજી ઓનિસે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ગોળીબારીની ઘટનામાં બે લોકોને ગોળી વાગતા તેમને હોસ્પિટલ લઇ જતી વેળાએ તેમના મૃત્યુ થયા છે.

                             સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત સરકારે આ હુમલા માટે પૂર્વી સ્થિત સેનાને જવાબદાર ગણાવ્યું છે પૂર્વી સેનાએ હજુ સુધી આ વિષે કોઈ  પણ ટિપ્પણી કરી નથી. એપ્રિલની શરૂઆતથી ત્રિપોલી અને પશ્ચિમી લીબિયામાં સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત સરકાર અને પૂર્વી સ્થિત સેનાના વચ્ચે હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે.

(6:29 pm IST)