Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

બાંગ્લાદેશમાં વાવાઝોડું બુલબુલ થયું સક્રિય: અત્યારસુધીમાં 13 લોકોનો ભોગ લેવાયો

નવી દિલ્હી: ભીષણ ચક્રવાતી વાવાઝોડું બુલબુલના કારણે બાંગ્લાદેશમાં અત્યારસુધીમાં 13લોકો મોતને ભેટ્યા છે બુલબુલના કારણે બાંગ્લાદેશના દક્ષિણી વિસ્તારના 10 જિલ્લામાં ઘણા બધા ઘરોને નુકશાન પહોંચ્યું તેમજ ઝાડના પડી જવાથી પણ ભારે તબાહી મચી જવા પામી છે.

       મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બચાવ અને સ્વાસ્થ્ય અભિયાન તેમજ નિયંત્રણ કેન્દ્રની સિવાય સ્થાનિક પ્રસાશન અને પોલીસે રવિવારના રોજ 13 લોકોના મૃત્યુના સમાચાર આપ્યા છે. આ વાવાઝોડાના કારણે ખુલના,બરગુના અને ગોપાલગંજ જિલ્લામાં બે લોકોના મૃત્યુ થયા છે. જયારે અન્ય જુદા જુદા વિસ્તારમાં એક કુલ મળીને 13 લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા  છે.

(6:28 pm IST)