Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

જાપાનના નવા રાજાની પહેલીવાર ખુલ્લી કારમાં પરેડઃ પ્રજા વધાવવા ઉમટી

ટોકીયોઃ  તા.૧૧, જાપાનમાં ત્રાટકેલા ભયંકર વાવાઝોડા પછી નવા કાર્યક્રમ મુજબ જાપાનના નવા રાજા નારોહિતોને વધાવવા હાથમાં ઝંડા લઇને તેમની પ્રજા આજે રસ્તા પર ઉતરી પડી હતી.

શાહી પરિવારના લોકો ભાગ્યેજ ખુલ્લી કારમાં જાહેરમાં આવતા હોય છે, પરંતુ નારોહિતો તેમના પત્ની સાથે પરેડ સ્વરૂપે આવ્યા હતા.રાજા અને તેમના પત્ની માસાકોને દર્શાવતી માત્ર ૩૦ મિનિટની પરેડને જોવા અનેક લોકો આખી રાત ખાસ જગ્યાએ ઊભા થઇ ગયા હતા.

સાંજે ત્રણ વાગ્યા પહેલા શાહી દંપતિ મહેલની બહાર આવ્યું હતું. રાજા પશ્યિમી ઢબનો સુટ અને રાણીએ લોંગ ક્રીમ ગાઉન અને જેકેટમાં સજ્જ હતા.રાણીએ તેમના પુરોગામી દ્વારા અપાયેલા ટિઆરા પહેર્યો હતો. પરેડ માટે સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત રાખવામાં આવી હતી.

તેમને વધાવવા માટે કલાકો પહેલાં લાંબી કતારો લાગી હતી. પ્રેક્ષકોને લાઇનમાં ઊભા રાખવા, તેમને મેટલ ડીટેકટરમાંથી પસાર કર્વવા અને તેમની થેલીઓની ચેકિંગ કરવા હજારો પોલીસને તૈનાત કરાઇ હતી.

સુરક્ષા દળોએ પરેડના આખા માર્ગ પર બબ્બે લાઇનો લગાવી હતી અને તેમની પર ચુસ્ત નજર રાખવામાં આવી હતી. પરેડ ધીમી ગતીએ ચાલી રહી હતી. તેમના કાફલામાં પોલીસને ગાડીઓ અને બાઇક પણ સામેલ હતા.પરેડની શરૂઆત થાય તેની થોડી મિનિટો પહેંલા પોલીસે મધ્ય ટોરિયોના બિહીયા ચાર રસ્તા પાસે લોકોને ચેતવણી આપી હતી કે રસ્તા ભરચક થઇ ગયો છે.

(3:34 pm IST)