Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

કાંડા પર પારદર્શક પડ પહેરશો તો ફોન કે ઘડિયાળ પહેરવું નહીં પડે

ચીની સંશોધકોની નવી ઇન્ફો ડિસ્પ્લેટેકનોલોજી

 

બીજીંગ તા ૧૧  : ચીનની નાન્જિંગ યુનિવીર્સટીની કોલેજ ઓફ એન્જિનીયરીંગના સંશોધકોએ ચામડી પર લગાવી  શકાય એવું પાતળું અને ફલેકિસબલ-સ્ટ્રેચેબલ પડ શોધ્યું છે. એનો ઉપયોગ ટેમ્પરરી ટેટુરૂપે કરી શકાય છે.એ ઓલ્ટરનેટીંગ-કરન્ટ ઇલોકટ્રોલ્યુમિનેસન્ટ  (એસીઇએલ)  નામની  આ ક્રાન્તિકારી શોધ હ્યુમન મશીન ઇન્ટરફેસ નામે પણ ઓળખાય છે. આ શોધ દ્વારા માણસની ચામડી પર ઇન્ફરમેશન ડિસ્પ્લે  શકય બનશે. એથી એ ડિસ્પ્લે પહેરનારે દોડતી વખતે સ્ટોપવોચ જોવાની કે ફોન આવે ત્યારે સ્માર્ટફોન ઉપાડવાની જરૂર નહીં પડે. એ બધું હ્યમન મશીન ઇન્ટરફેસના ડિસ્પ્લે જોઇ શકાશે.

બે ફલેકિસબલ સિલ્વર નેનોવાયર ઇલેકટ્રોડ્સની  વચ્ચે સેન્ડવિચની જેમ લાઇટ  અમિટીંગ માઇક્રોપાર્ટિકલ્સ ગોઠવીને એસીઇએલ બનાવવામાં આવે છે. સ્ટ્રેચેબલ પોલિમરમાં જડેલા સિરેમીક નેનો પાર્ટિકલ્સને કારણે એસીઇએલનો ડિસ્પ્લે વધારે તેજસ્વી બને છે. અગાઉ પણ  ફલેકિસબલ એસીઇએલ ડિસ્પ્લેના પ્રયોગ થઇ ચુકયા છે, પરંતુ આ સંશોધનની વિશેષતા એવી છે કે એ સુરક્ષિત રીતે ચામડી પર પહેરી શકાય છે. ઓછા વોલ્ટેજમાં પણ તેજસ્વી પ્રકાશ ફેંકે છે અને ગરમ પણ ઓછું થાય છે.

(3:30 pm IST)