Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

Happy Life જીવવા માટે આ વાતોનું ધ્યાન રાખો !

એકદમ મસ્ત લાઈફ અને સારા મૃત્યૃ માટે જરૂરી વાતો :-

*. સૌપ્રથમ સારા સ્વાસ્થ્યનું વધારે મહત્વ છે. જો તમારૂ સ્વાસ્થ્ય સારૂ ન હોય તો તમે ઠીક નથી રહેતા અને ઉદાસ રહો છો. બેટર હેલ્થ માટે તમે ડૉકટર્સ પાસે ચેકઅપ કરાવી શકો છો. આના માટે લીલા ફ્રુટ્સ અને વેજીટેબલ ખાવા જોઈએ.

*. ઠીક ઠાક બેંક બેલેન્સ પણ લાઈફનો મહત્વનો હિસ્સો છે. સારી લાઈફ જીવવા માટે અમીર બનવાની જરૂર નથી પણ આપણી પાસે એટલું તો બેંક બેલેન્સ હોવું જ જોઈએ કે જેનાથી આપણે મનોરંજન કરી શકીએ. જેમકે- ફરવું, મુવીઝ જોવા, રેસ્ટોરન્ટમાં જમવું અને પહાડોમાં પર ફરવા જાવું વગેરે. ઉધારીમાં જીવે એ વ્યકિત પોતાની જ નજરમાં ખરાબ બની જાય છે.

*. સારા ફ્રેન્ડ પણ ઈમ્પોર્ટન્ટ છે. કહેવાય છે કે રૂમાલ તો ફકત આંસુઓ જ લુછે છે પણ ફ્રેન્ડ્સ આપણને દુઃખમાં જોતા જ દુઃખનું કારણ લુછી લે તેવા હોય તો જીવન ધન્ય થઈ જાય.

*. લાઈફને મજેદાર બનાવવી હોય તો મેડિટેશન પણ જરૂરી છે. આનાથી તમારા શરીરમાં નિયમિત રીતે ઉર્જાનું સંચાર થાય છે અને તમે આખો દિવસ ફ્રેશ મહેસુસ કરી શકશો.

*. મકાન નાનું હોય કે મોટું પણ પોતાનું મકાન પોતાનું કહેવાય. આનાથી તમને લાઈફમાં ઘણી બધી ખુશીઓ મળે છે. એક પ્રકારની હોપ રહે કે ખુદનું ઘર તો છે.

*. લાઈફમાં આપણને સમજનાર પણ કોઈ વ્યકિત હોવું જોઈએ. આના માટે સારો લાઈફ પાર્ટનર હોવો જરૂરી છે. યોગ્ય જીવનસાથી શોધનાર વ્યકિતની લાઈફ એકદમ ખુશખુશાલ હોય છે.

*. કોઈ તમારાથી આગળ નીકળી જાય કે તમારા કરતા તેમની પાસે વધારે રૂપિયા હોય તો તેનાથી બળવું નહિં પણ ખુશ થવું અને જેટલું હોય તેનાથી સંતોષ માનવો.

*. ગુસ્સો ન કરવો. દેશ-વિદેશના અમુક મહાન વ્યકિતઓની અંદર ગુસ્સો નામનો કોઈ શબ્દ જ નથી હોતો. તેઓ તમામ વસ્તુઓને લોકોનાં ઓપીનીયન લઈને કરે છે. ગુસ્સાને કારણે પણ વ્યકિત ખરાબ બને છે.

*. ઙ્ગતમારામાં કોઈને કોઈ એવી સારી વાતો તો હોવી જ જોઈએ જેનાથી તમે ખુશ થાઓ અને તમને પોતાની જાત પર ગર્વ થાય. જેમકે- વાંચવું, લખવું, ગાર્ડેનીંગ વગેરે. નકામી વસ્તુઓ પર લાઈફ બગાડવી એ તમારી સૌથી મોટી બરબાદી છે.

(9:34 am IST)
  • શિવસેનાના સંજય રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં જો કોઈ સરકાર રચવા તૈયાર ન હોય તો શિવસેના જવાબદારી લેવા તૈયાર છે access_time 9:13 pm IST

  • મહારાષ્ટ્રમાં નવી સરકાર રચવા બાબતે એનસીપીના વડા શરદ પવારે શિવસેનાના સર્વોચ્ચ ઉદ્ધવજી ઠાકરે સાથે વાતચીત કરી access_time 9:10 pm IST

  • ભારતીય ટીમની શેફાલી વર્માએ શાનદાર ફિફટી ફટકારી: શેફાલીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ : શૈફાલીએ 15 વર્ષ અને 285 દિવસની 49 બોલમાં 73 રનની ઇનિંગ્સ રમીને આ રેકોર્ડ બનાવ્યો : અગાઉ સચિન તેંડુલકરે પોતાની મેડન ટેસ્ટ ફિફટી 1989 માં પાકિસ્તાન સામે 16 વર્ષ અને 214 દિવસની વયે મારી હતી: શેફાલીની ઇનિંગ્સ થકી ભારતે પ્રથમ ટી- 20 માં વિન્ડીઝને 84 રને હરાવ્યું: સ્મૃતિ-શેફાલીની 143 રનની ઓપનિંગ ભાગીદારી :ટીમ ઇન્ડિયા 5 મેચની સીરિઝમાં 1-0 થી આગળ access_time 12:38 am IST