Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

કેમિકલથી તૈયાર થતા રમકડાં બાળકના દિમાગ પર ખરાબ અસર કરી શકે છે

નવી દિલ્હી: પ્લાસ્ટિકના રમકડા અને ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સમાં રહેલું ઝેરી રસાયણ બાળકના દિમાગના વિકાસ માટે જોખમી પુરવાર થઈ શકે છે. એક અભ્યાસમાંથી સંશોધકોએ એવો દાવો કર્યો છે કે, તે બાળકને વિકાસને અટકાવે છે. ઓર્ગેનોફોસ્ફેટ એસ્ટરનો પ્રયોગ અનેક પ્રકારના ઉત્પાદનમાં થાય છે. જે ઉત્પાદનને ફાયરપ્રુફ બનાવવા માટે થાય છે. જેના સંપર્કમાં આવવાથી બાળકનો આઈક્યુ લેવલ, એકાગ્રતા અને મેમરી પર માઠી અસર થાય છે. આ કેમિકલનો ઉપયોગ અનેક પ્રકારના રમકડા, સ્માર્ટફોન, પુશચેર, ગાદલા અને અનેક પ્રકારના ફર્નિચરમાં થાય છે. આ કેમિકલ લોકોમાં કેન્સર અને ફર્ટિલિટી સંબંધીત સમસ્યાઓનો વધારો કરી શકે છે. કેરોલિન યુનિવર્સિટીના ડૉ. હીથર પૈટિસોલે અનુસાર ટીવીથી લઈને કારની સીટ સુધી દરેક વસ્તુમાં ઓર્ગેનોફોસ્ફેટ એસ્ટરનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે છે. પછી કહે છે કે એ સુરક્ષિત છે પણ એવું હોતુ નથી. ઓર્ગેનોફોસ્ફેટ એસ્ટર દરેક ઉંમરના લોકો માટે દિમાગના વિકાસ માટે જોખમી છે. જો આના ઉપયોગ પર નિયંત્રણ મૂકવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગંભીર પરિણામ આવી શકે છે. આનો ઉપયોગ અનેક વસ્તુઓમાં ફાયર સેફ્ટિ રેગ્યુલેશનના નામ પર કરી દેવામાં આવે છે. એક અભ્યાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સ્માર્ટફોનમાં ઉપયોગમાં લેવાતુ OPES હાથ અથવા ફેસના માધ્યમથી કોઈ પણ વ્યક્તિના શરીરમાં ટ્રાંસફર થઈ શકે છે.

 

(5:42 pm IST)