Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

બોયફ્રેન્ડ સાથે ભાગી ગઇ મા, તો છોકરીએ છોકરાના બાપ સાથે કરી લીધા લગ્ન

યુવતી એની માતા અને બોયફ્રેન્ડની હરકતથી ભારે ગુસ્સામાં હતી : બે બાળકોની માતા બનેલી યુવતીએ બોયફ્રેન્ડના વિધુર પિતા સાથે લગ્ન કરી લીધા : યુવતીનું કહેવું હતું કે, એના બોયફ્રેન્ડના પિતાને દુખી જોઇ શકતી નહોતી

લંડન,તા.૧૧: પશ્ચિમ દેશોની સંસ્કૃતિમાં મા-દીકરી અને પ્રેમી તથા એના પિતાના સંબંધોને લઇને એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બ્રિટનમાં ગ્લૂસ્ટરશાયરની એક યુવતીએ પોતાના બોયફ્રેન્ડના પિતા સાથે લગ્ન કરી લીધા છે, કારણ કે યુવતીની માતા એના દીકરીના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઇ હતી. આ ઘટના સામે આવતાં જયારે લોકોએ સવાલ ઉઠાવ્યા ત્યારે યુવતીએ જવાબા આપ્યો કે, એ એના બોયફ્રેન્ડના પિતાને દુખી જોઇ શકતી નહોતી. તેમને ખુશ રાખવા માટે યુવતી કંઇ પણ કરવા માટે તૈયાર છે.

આ યુવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર કહ્યું કે, મારા બોયફ્રેન્ડની માતાનું મોત થયું હતું. એ પછી હું નથી ઇચ્છતી કે એના પિતા દુખી રહે. એ માટે મેં એના પિતા સાથે લગ્ન કરી લીધા. આમ કરવાથી મારા બોયફ્રેન્ડને ફરી એકવાર મા મળી જશે. ટિકટોક પર અનેક લોકોએ આ યુવતીના વખાણ કર્યા છે અને કેટલાક લોકો એવા પણ છે જેઓ આ કિસ્સાથી ચોંકી ગયા છે.

જોકે આ ઘટનાના થોડા દિવસ પછી ખુલાસો થયો હતો કે, ૨૪ વર્ષની યુવતી જેસ એના બોયફ્રેન્ડથી ગર્ભવતી બની હતી, પરંતુ એની માતા એના બોયફ્રેન્ડના પ્રેમમાં પડી અને પાછળથી બંને ભાગી ગયા. એ પછી ૨૪ વર્ષની ગર્ભવતી યુવતીએ એના જ બોયફ્રેન્ડના વિધુર પિતા સાથે લગ્ન કરી લીધા. કોરોના મહામારીને લીધે યુવતીનો બોયફ્રેન્ડ એની માતા અને પિતાના દ્યરમાં રહેતો હતો, જે પછી યુવતીને એની માતા અને બોયફ્રેન્ડ વચ્ચે કંઇ રંધાઇ રહ્યું હોવાની શંકા હતી.

નવ મહિના પછી યુવતી જયારે હોસ્પિટલથી એના બાળકને લઇને દ્યરે આવી ત્યારે એની માતા, દીકરીના બોયફ્રેન્ડ સાથે ભાગી ચૂકી હતી. માતા અને બોયફ્રેન્ડની હરકતથી બે બાળકોની માતા બનેલી યુવતી ભારે રોષમાં હતી, કારણ કે એની માતા અને બોયફ્રેન્ડે બે બાળકો સાથે એને છોડી દીધી હતી. એ પછી યુવતીએ બોયફ્રેન્ડના પિતા સાથે લગ્ન કરી લીધા હતા. (

(9:58 am IST)