Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

બોલો, કરોળિયો બચકું ભરી ગયો

લંડન,તા.૧૧: ઝેરી કરોળિયાએ બચકું ભરતાં એક મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. શેરી મેડોકસ નામની આ મહિલાના હોઠ પર કરોળિયાએ બચકું ભરતાં તેની સ્થિતિ ગંભીર બની છે.

શેરી જયારે સ્ટોન્ટન નદીમાં ૧૦ કલાકની કાયકિંગની સફરમાં હતાં ત્યારે તેમના હોઠ પર લક્કડિયા રંગનો શ્નવાયલિન સ્પાઇડરલૃતરીકે ઓળખાતો ઝેરી કરોળિયો કરડી ગયો. જોકે શરૂઆતમાં તેને આ વાતની ગંભીરતા સમજાઈ નહોતી. છેક બીજા દિવસે તેને દુખાવો થવા લાગ્યો અને હોઠ સૂજી ગયો ત્યારે તેને સમજાયું કે આ મામલો ગંભીર છે. દવાખાનામાં આવ્યા પછીના પાંચ દિવસ સુધી શેરીની સ્થિતિ ચિત્ત્।ભ્રમની અવસ્થામાં રહી. ઝેરને કારણે તેને પોતાના ભૂતકાળ અને ભવિષ્ય વિશે અને મૃત્યુ તેમ જ કરોળિયાના કરડવાથી થતી અસરો વિશે આભાસ થયા કર્યા. હવે તેની સ્થિતિ થોડી સ્થિર છે અને હોઠનો સોજો ઊતરી ગયો છે, પણ હજી તે એન્ટિબાયોટિકસની સારવાર હેઠળ જ છે. અત્યારે ૫૦ વર્ષનાં શેરી મેડોકસ ૬ વર્ષની ઉંમરથી સ્ટોન્ટન નદીનો જળપ્રવાસ કરે છે.

(9:58 am IST)