Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

એન્જીનીયર્સે ડેવલોપ કર્યો નવો કેમેરાલેસ સ્માર્ટફોન: સામાન્ય ફોનથી છે 1000 ગણો પાતળો

નવી દિલ્હી: આજે સ્માર્ટફોન કેમેરા પર્ફોમન્સનું સ્તર એટલું બધું વધી ગયું છે કે જે પહેલા અકલ્પનિય લાગતું હતું તે હવે હકીકત બની ગયા છે ઘણી બધી સારી સારી ટેક્નોલોજી એડવાસમેંટ આજે સ્માર્ટફોનના કેમેરા સિસ્ટમને એક વાસ્તવિકતા બનાવી દે છે આની પાછળ કારણ માત્ર મલ્ટીપલ લેંસ અને લાર્જ કેમેરા બંપ્સ છે.

           તાજેતરમાંજ એક એન્જીનીયરોએ એવા ફોનની શોધ કરી છે જે કેમેરા લેસ ડેવલોપ કરવામાં આવ્યો છે અને તે સાઈઝમાં સામાન્ય ફોનથી 1 હજાર ગણો પાતળો હોવાનું જાણવામાં આવી રહ્યું છે અને તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ દુનિયાનો સૌથી પાતળો કેમેરા લેસ ફોન છે.

(6:24 pm IST)