Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ઇરાનના ઓયલ ટેન્કર પર આતંકવાદીઓએ મિસાઈલ છોડી: ભારે નુકશાન

નવી દિલ્હી:સાઉદી અરબના તટ નજીક ઇરાનના તેલ ટેન્કર પર બે મિસાઇલથી હુમલો થયા પછી ભારે વિસ્ફોટ થયો છે આ કારણોસર તેલ ટેન્કરને ભારે નુકશાન પહોંચ્યું છે ઈરાનની તેલ કંપનીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સબિતી નામના સુપર ટેન્કરને શુક્રવારના રોજ સવારે જેદા બંદરગાહ નજીકથી 60 મિલની દુરી પર આ હુમલો થયો હતો.

                  એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ તેલના ટેન્કરમાં થયેલ વિસ્ફોટક હુમલાના કારણોસર કંપનીને મોટાપાયે નુકશાન થયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:20 pm IST)