Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

પેરીસમાં જાપાની ઉદ્યોગપતિની ૬ કરોડની ઘડીયાલ ચોરીને ગઠીયો થયો રફુચક્કર

કિંમતી વોચનો શોખ ભારે પડ્યો : સિગારેટ માંગીને ઘડીયાલ ગાયબ !

પેરીસ, તા. ૧૧ : પેરિસમાં ચોર એક જાપાની ઉદ્યોગપતિના કાંડેથી ૫,૪૦,૦૦૦ ઘડિયાળ ચોરી ગયો હતો. ઉદ્યોગપતિ પેરિસના આર્ક ડી ટ્રાયમ્ફ પાસે આવેલી હોટેલ નેપોલિયનની બહાર ઉભા હતા ત્યારે આ દ્યટના બની હતી.ઉદ્યોગપતિ હોટલની બહાર ઉભા રહીને સિગારેટ પી રહ્યાં હતા. એ વખતે એક વ્યકિત તેમની નજીક આવ્યો હતો અને સિગારેટ માંગી હતી. સિગારેટ આપવા ઉદ્યોગપતિએ હાથ લંબાવ્યો ત્યારે ચોરે કાંડામાંથી દ્યડિયાળ પળવારમાં સેરવી લીધી હતી.

ઉદ્યોગપતિએ સ્વિત્ઝરલેન્ડની બનેલી રિચાર્ડ મિલ ટાઈમપિસ દ્યડિયાળ પહેરી હતી. હિરા જડેલી આ દ્યડિયાળ લિમિટેડ એડિશન એટલે કે મર્યાદિત સંખ્યામાં જ બનાવાઈ છે. અતી મોંદ્યી દ્યડિયાળ પહેરવાનો શોખ હોય એવા ધનપતિઓ જ આ દ્યડિયાળ ખરીદતાં હોય છે.ચોરીના આ અસાધારણ કિસ્સાને પેરિસ પોલીસની ખાસ ટીમને સોંપવામાં આવ્યો છે. ફ્રાન્સનું પાટનગર પેરિસ પ્રવાસીઓમાં બહુ લોકપ્રિય છે. આ લોકપ્રિયતાનો લાભ ફ્રાન્સના ચોર ઉઠાવવા લાગ્યા છે. અહીં જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૧૯ દરમિયાન ચોરીના ૭૧ કિસ્સા નોંધાયા છે.

(1:18 pm IST)