Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

મેયરે વચન મુજબ રોડ ન બનાવી આપ્યો એટલે જનતાએ તેમને ગાડી સાથે બાંધીને ઘસડયા

લંડન,તા.૧૧:રાજકારણીઓ ચૂંટણી વખતે વચનો આપીને પોતે શું બોલ્યા હતા એ ભૂલી જતા હોય છે અથવા તો વચત્ત્।ોને ફેરવી તોળે છે. આ સમસ્યા ભારતમાં જ નહીં, દુનિયાભરના લોકશાહી દેશોમાં છે. જોકે જયારે જનતા બેબાકળી થાય ત્યારે રાજનેતાઓનું આવી બનતું હોય છે. આવું જ કંઈક મેકિસકોના ચિયાપાસ રાજયના લાસ માર્ગારિટાઝ શહેરના મેયર જયોર્જ લુઇસ એસ્કેન્ડન સાથે થયું. તેમણે ચૂંટણી વખતે શહેરની ચોક્કસ જગ્યાએ પાકો રસ્તો બનાવી આપવાનું વચન આપેલું. તેમનો કાર્યકાળ પૂરો થવા આવ્યો ત્યાં સુધી જનતાએ રાહ જોઈ અને આખરે જનતાનું એક ટોળું મેયરની ઓફિસે જઈને દ્યેરો દ્યાલીને બેસી ગયું. એમ કરવાથીયે સંતોષકારક જવાબ ન મળ્યો એટલે તેમણે મેયરને ઓફિસમાંથી બહાર કાઢ્યા અને કેટલાક લોકોએ તેમને કાર પાછળ બાંધી દીધા. એટલું ઓછું હોય એમ કાર ચલાવવા પણ માંડી. થોડેક સુધી મેયર દોડી શકયા પણ પછી ફસડાઈ પડ્યા અને કારની પાછળ દ્યસડાયા. આસપાસમાં અનેક લોકો હતા પણ કોઈએ તેમને બચાવવા આગળ આવ્યું નહીં. અલબત્ત્।, પોલીસ તરત જ દોડી આવે ત્યાં સુધીમાં કાર મેયરને કયાંય સુધી ઢસડી ગઈ હતી. પોલીસે આવીને મામલો હાથમાં લીધો તો ગ્રામજનો અને પોલીસ વચ્ચે પણ હાથાપાઈ થઈ ગઈ. એમાં વીસ જણા ઘાયલ થયા. મેયરને ખૂબ ગંભીર ઈજા થઈ છે અને પોલીસે આ કારસ્તાન કરનારા ૩૦ જણને અટકમાં લીધા છે.

(11:38 am IST)