Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

કલાકારે ૪૪૦ જોડી સેન્ડલથી ઘરને સજાવ્યું

ઇસ્તનબુલમાં એક ટર્કી કલાકારે મેઇન રોડ પરની એક બિલ્ડિગની બહાર જૂતાં ગોઠવીને અનોખી સજાવટ કરી છે. પહેલી નજરે જોતાં આવું કેમ કરવામાં આવ્યું છે એ સમજાય એમ નથી, પરંતુ એની પાછળ ખૂબ ઊંડો વિચાર છે. જૂતાંની ૪૪૦ જોડીઓ એમાં વાપરવામાં આવી છે અને એ તમામ લેડીઝ સેન્ડલ્સ છે. કળાનો આ નમૂનો એવી સ્ત્રીઓને શ્રદ્ઘાંજલિ આપવા માટે તૈયાર કરાયો છે જે દ્યરેલુ હિંસાનો ભોગ બનીને મૃત્યુ પામી છે. ૨૦૧૮ના વર્ષે ઇસ્તનબુલમાં ૪૪૦ મહિલાઓએ દ્યરેલુ હિંસા અથવા તો જાતીય હિંસાને કારણે જીવ ગુમાવ્યો હતો. ટર્કી કલાકાર વાહિત ટ્નાએ આ મહિલાઓ વિરુદ્ઘ થતા અપરાધને ગંભીરતાથી લેવામાં આવે એ માટે ખૂબ સાઇલન્ટલી આ અનોખું કળા પ્રદર્શન કર્યું છે. ટર્કીની પરંપરા મુજબ મૃત વ્યકિતની યાદમાં દ્યરના દરવાજે તેના જૂતાં લગાવવામાં આવે છે. આ પરંપરાને ધ્યાનમાં રાખીને કલાકારે એક જ બિલિંગ પર સેંકડો સેન્ડલ્સ લગાવીને બધી સ્ત્રીઓને સામટી શ્રદ્ઘાંજલિ આપી હતી.

(12:02 pm IST)