Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

છીપમાં ઓસામા - બીન - લાદેનનો ચહેરો દેખાયોઃ મહિલાનો દાવો

લંડનઃ ઇંગ્લેન્ડમાં રહેતી એક મહિલાને એક છીપમાં અલ કાયદાના આતંકી ઓસામા બિન લાદેનનો ચહેરો દેખાય છે. મહિલાનું કહેવું છે કે તેને મોતીમાંથી છીપો એકત્રિત કરવાનો શોખીન છે અને તેને આ છિપ મળી હતી જયારે તે પતિ સાથે બીચ પર ચાલતી હતી. જે પછી તેણે તેને એક નાના ટોકન તરીકે પોતાની પાસે રાખ્યું. મહિલાના કહેવા મુજબ છીપ મળ્યા પછી થોડા સમય સુધી બંને હસતા રહ્યા.

આ છીપ  મેળવનાર મહિલાનું નામ ડેબ્રા ઓલિવર (૬૦) છે, જે બ્રેન્ટફોર્ડ, પશ્યિમ લંડનમાં રહે છે, તેના પતિ માર્ટિન (૬૨) સાથે. બુધવારે, ૪૨ મી લગ્ન જયંતી નિમિત્ત્।ે  બિચ પર ગયેલ.ત્યાં તેની નજર ઓઇસ્ટર પર ગઈ, તેણીને તે થોડી વિચિત્ર લાગી, તે પછી જયારે  હાથમાં લીધી તો આશ્યર્યચકિત થઈ ગઈ, કારણ કે તેમાં આતંકવાદી ઓસામા બિન લાદેનનો ચહેરો દેખાતો હતો. મહિલાએ  કહ્યું, 'મજાની વાત એ છે કે તેને દરિયામાં  દફનાવવામાં આવ્યો હતો.

 ડેબ્રાએ કહ્યું આ છીપ જોઈને મને ઉત્સુકતા થઈ. જયારે મેં તેને નજીકથી જોયું, ત્યારે મને લાગ્યું કે તે ઈસુ જેવો દેખાય છે. પછી મેં તેમાં પાદ્યડી જોઇ,પછી હું સમજી ગયો કે મારા હાથ ની હથેળી સાથે કોણ મને જોઈ રહ્યો છે. ઓસામા બિન લાદેન ઓસામા. બિન લાદેન એ અલ-કાયદાનો મુખ્ય સંગઠક હતો અને ૨૦૦૧ માં યુનાઇટેડ સ્ટેટ્સમાં ૯/૧૧ ના આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ પણ હતો. ૨૦૧૧ માં પાકિસ્તાનના એબોટાબાદમાં અમેરિકન નેવી સીલ કમાન્ડો   દ્વારા તેનો ખાત્મો બોલાવી દરીયામાં અજ્ઞાત સ્થળે તેના મૃતદેહને દફનાવી દેવાયેલ.

(12:02 pm IST)