Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

વર્ષ 2022 સુધીમાં ભારતીયોની સંપત્તિમાં થશે વધારો

નવી દિલ્હી:આવનારા સમયમાં ભારતીયોની સંપત્તિ ઘણી ઝડપથી વધવાની છે. લોકોના ખિસ્સામાં પૈસા આવવાનો ફાયદો દેશને પણ મળશે. જેના કારણે અંગત સંપત્તિના મામલે 2022 સુધીમાં ભારત દુનિયાનો 11મો સૌથી વધુ અમીર દેશ બની જશે. આ રીતે 2017ના મુકાબલે ભારતનું રેન્કિંગ 4 ક્રમ ઉપર આવી જશે.

બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (બીસીજી) દ્વારા આ રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, આ ગતિ સાથે ભારત 2022 સુધીમાં દુનિયાનો 11મો સૌથી અમીર દેશ બની જશે. આ રિપોર્ટમાં સૌથી ઉપર અમેરિકા છે. જ્યાં 2017માં અંગત સંપત્તિ 80 ખર્વ ડોલર સુધી વધવાનું અનુમાન હતું. આ રિપોર્ટમાં 2022 સુધીમાં 100 ખર્વ ડોલર સુધી પહોંચવાનો અંદાજ લગાવાયો છે.

આ યાદીમાં ચીન બીજા ક્રમે છે. ચીનની અંગત સંપત્તિ 43 ખર્વ ડોલર સુધી પહોંચવાની આશા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ઈમર્જિંગ ઈકોનોમીના મામલે ભારતની સંપત્તિ સૌથી વધુ ઝડપી વધશે.

 

(6:02 pm IST)