Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

વરિયાળી-દુધ સ્વાસ્થ્ય માટે વરદાન સમાન

વરીયાળીવાળુ દુધ બનાવવા માટે એક  ગ્લાસ દુધમાં અડધી ચમચી વરીયાળી મિકસ કરી દુધને ઉકાળી લો અને પછી તેને બરાબર ગાળીને પીવો. તેનાથી વરીયાળીનું અર્ક દુધમાં ઉતરી જશે. તો આવો જાણીએ રોજ દુધમાં વરીયાળી ભેળવીને પીવાથી થતા ફાયદા વિશે.

હાડકા મજબુત

તેમાં કેલ્શિયમ હોય છે તેનાથી હાડકા મજબુત બને છે અને સાંધાના દુખાવાથી રાહત થાય છે. તેનાથી શરીરમાં  મોટાબોલીઝમ વધે છે. તે પીણું વજન નિયંત્રિત કરે છે અને મોટાપાથી બચાવે છે. આ પીણામાં એન્ટી બેકટેરીયલ  પ્રોપર્ટીઝ હોય છે. તેનાથી ખીલ ડીક થાય છે અને ચહેરા ઉપરની ચમક  વધે છે.

હૃદય સંબંધી બીમારી

તેમાં એસ્પાર્ટિક એસીડ હોયછે. તેનાથી કબજીયાત, એસીડીટી જેવી તકલીફ દુર થાય છે અને ડાઇજેશન ઠીક રહે છે. તેનાથી આંખો હેલ્ધી રહે છે. તે મોતિયાબિંદ  જેવી આંખોની તકલીફથી બચાવે છે.  તેનાથી કોલેસ્ટ્રોલનું લેવલ જળવાઇ રહે છે અને હૃદય સંબંધી બીમારીથી બચાવે છે.

બ્લડ પ્રેશર

તેનાથી શરીરનું ટોકસીન દુર થાય છે અને યુરીન ઇન્ફેકસનથી બચાવે છે. આ પીણામાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે. તેનાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. તેમાં આયર્ન હોય છે, તે એનીમીયા   એટલે કે લોહીની ઉણપથી બચાવે છે.

(9:22 am IST)