Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

સૌંદર્ય સંબંધી સમસ્યાઓના સમાધાન માટેની બ્યુટી ટીપ્સ

મોટા ભાગની છોકરીઓને સૌંદર્ય સંબંધી કોઈને કોઈ સમસ્યા તો હોય જ છે. તેઓ તે સમસ્યાના સમાધાન માટે બજારમાં મળતી અનેક કેમિકલયુકત પ્રોડકટનો ઉપયોગ કરે છે. છતા પણ જોઈએ તેવુ પરિણામ પ્રાપ્ત થતુ નથી. તો જાણો સૌંદર્યની અનેક સમસ્યાઓના સમાધાન માટેની બ્યુટી ટીપ્સ.

. લીમડાની લીંબોડીને છાસમાં વાટી તેને ખીલ પર લગાવવાથી ખીલ દૂર થાય છે અને ચહેરાની ત્વચા મુલાયમ બને છે.

. જાયફળ વાટીને ચહેરા પર લગાડવાથી કરચલીઓ દૂર થાય છે.

. ચહેરા તથા ગરદન પરની કાળાશ દૂર કરવા માટે ફુદીનાના પાન વાટીને તેનો અર્ક કાઢીને રૂ વડે ચહેરા તથા ગરદન પર લગાવી ૨૦ મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો.

. કાંદા શેકી તેની પેસ્ટ બનાવી એડી પર લગાડવાથી એડી પરના ચીરા મહિનામાં મટી જશે.

. તુવેરની દાળને પાણીમાં રાતના પલાળી દેવી. સવારે તેને ઝીણી વાટી લેવી. આ મિશ્રણથી વાળ ધોવાથી વાળ ખરતા અટકાવી શકાય છે.

 

(9:22 am IST)