Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

અંતરિક્ષમાં મોકલેલા ઉંદર બોડી બિલ્ડર બનીને પાછા આવ્યા!

ન્યુયોર્ક તા. ૧૧ :.. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર અંતરિક્ષ સંબંધી અનેક શોધ થઇ ચૂકી છે. હાલમાં કરવામાં આવેલી નવી શોધ મુજબ એસ્ટ્રોનોટ્રસ અંતરિક્ષમાં લાંબા સમય સુધી રહે તે સંબંધે એક મહત્વની શોધ થઇ છે.

વૈજ્ઞાનિકોએ ઇન્ટરનેશલ સ્પેસ સ્ટેશનમાં મજબુત માંસપેશીઓવાળા ઉદરોને એક મહિના માટે રાખ્યા અને તે જયારે પાછા આવ્યા ત્યો પણ તે આ મજબુતી જાળવી શકયા હતાં.

આ શોધથી આશા છે કે અંતરિક્ષયાત્રીઓને લાંબા સમય સુધી અંતરીક્ષ યાત્રામાં રાખીને તેમની માંસપેશીઓ અને હાડકાંને નુકસાન થતું રોકી શકાય છે. વળી,  આ અધ્યયન તે લોકો માટે પણ નવી આશા જગાવે છે, જે પૃથ્વી પર માંસપેશી કે હાડકાંની નબળાઇના કારણે વ્હીલચેર પર છે.કાળા રંગના ઉદરને સ્પેસ એકસ રોકેટના પ્રક્ષેપણની સાથે સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવ્યા હતા. પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં રજૂ થયેલા એક રિપોર્ટ મુજબ મુખ્ય શોધકર્તા અને કનેકિટકટમાં જેકસન યુનિવર્સિટીની ટીમના પ્રમુખ ડો.સી.જિન લીએ તેમને ગત વર્ષે ડિસેમ્બરમાં મોકલ્યા હતા.

આ ૪૦ ઉદરમાંથી ૨૪ તેવા હતા. જેમને કોઇ પણ ટ્રીટમેન્ટ વગર મોકલવામાં આવ્યા હતા. તેમણે પોતાની માંસપેશીઓ અને હાડકાંનું ૧૮ ટકા વજન ગુમાવી દીધુ હતું પણ તેમાંથી આઠ શકિશાળી ઉદરોએ પોતાની માંસપેશીઓ ડબલ કરી હતી અને તે પોતાને મેન્ટેન રાખવામાં સફળ રહ્યા હતા. કેપ્સ્યૂલના તમામ ૪૦ ઉદરને સારી સ્થિતીમાં પાછા લાવવામાં આવ્યા છે ઉદરોને પહેલા દવા ન આપવામાં આવી પણ તે જ્યારે પૃથ્વી પર પાછા આવ્યા તે પછી શકિતશાળી ઉદરોને દવા આપી તો તેમણે પણ પાછી માંસપેશીઓ મેળવી લીધી હતી.

શોધકર્તાનું કહેવું છે કે આમાં ખૂબ સમય લાગશે પણ શરૂઆત આવી રીતે જ થશે. પહેલા ઉદરો પર પછી માણસો પર. આ શોધમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના ત્રણ અંતરીક્ષયાત્રી ક્રિસ્ટિના કોચ, જેસિકા મીર અને એન્ડયુ મોર્ગને આ ઉદરોની સારસંભાળ રાખી અને તેમના નામની સાથે આ શોધમાં સહલેખકોનાં નામ પણ રજૂ કરવામાં આવ્યા છે.

(3:57 pm IST)