Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

દર ૪૦ સેકન્ડે એક આપઘાત !

પૃથ્વી પર કેન્સરથી ખતરનાક આત્મહત્યાની સમસ્યાઃ વીસ ટકા જીંદગી ટૂંકાવનારાઓની પસંદગી ઝેર

લંડન, તા. ૧૧ :. દુનિયામાં દર વર્ષે આઠ લાખ લોકો આત્મહત્યા કરી જીંદગી ટૂંકાવે છે. દર ૪૦ સેકન્ડે એક વ્યકિત આપઘાત કરે છે. આ આંકડા કેન્સર તથા મેલેરીયાથી પણ મોટા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (who)ના રિપોર્ટ અનુસાર ૨૦ ટકા લોકો ઝેર ગટગટાવે છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૧૫ થી ૧૯ વર્ષની ઉંમરના લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ છે. યુવાનોમાં રોડ અકસ્માતથી મોત વધારે છે પરંતુ આત્મહત્યામાં પણ યુવાનોનું પ્રમાણ વધુ છે.

આપઘાત કરનારાઓમાં ભારતમાં યુવાનોનું પ્રમાણ ૨૩ ટકા છે. ભારતમાં ૨૦૧૫માં ૧ લાખ ૩૩ હજાર લોકોએ આપઘાત કર્યો છે. જે સંખ્યા ૨૦૦૦માં ૧ લાખ ૮ હજાર હતી.

(11:44 am IST)