Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

શું તમારી પાસે નેલ કેરનો ટાઈમ નથી : તો યૂઝ કરો આ ટિપ્સ

૧. જો તમને નખ ફાઈલ કરવાનું ના ગમતું હોય તો તમે એમને કોર્નરથી કટ કરીને અણિયાળો angularly શેપ આપી દો. આમ કરવાથી એ વધશે ત્યારે શેપમાં જ વધશે. આમ તમારા ફાઈલ કરવાનો સમય બચી જશે.

૨. ચોમાસામાં કે ભેજવાળા વાતાવરણમાં નેઈલ પોલિશનો બ્ીજો કોટ લગાવતાં પહેલા થોડી વધારે રાહ જુઓ કારણ કે વાતાવરણમાં રહેલા ભેજને કારણે નેઈલ કલર ઝડપથી સુકાતો નથી.

૩. ઉતાવળમાં નેલ પેન્ટ કર્યા છે ? તો કઈ વાંધો નહિં. હવે તમારી આંગળીઓને આઈસ કોલ્ડ વૉટરમાં ૧૦ સેકન્ડ માટે ડુબાડી રાખો. આમ કરવાથી એ થીઝીને સુકાઈ જશે.

૪. શું તમારા નેલ પેન્ટ ફેડ થઈ ગયા છે ? તો તેની પર વધારાનો એક કોટ કરી દો એટલે તમારે એને રીમુવ કરવાની જરૂર નહિં પડે.

૫. તમે વેકેશન પર જતી વખતે રિફ્રેરિંગ નેલ પેન્ટની મથામણમાં પડવા નથી માગતા ? તો તમારે ગ્લિટર નેલ કલર્સ વાપરવા જોલ્એ. આ કલર્સ ૧૦ દિવસ માટે તો ફેડ થયા વિના એમને એમ જ રહેશે.

૬. જો તમારા કયુટિકલ્સ તમારી ચિંતાનું કારણ હોય તો તમારે આંગળીના ટેરવા પર ઓલિવ ઓઈલથી મસાજ કરો. તમારી સમસ્યા દૂર થઈ જશે.

૭. ડાર્ક કલર્સની નેલ પોલિશ વાપરતી છોકરીઓ જાણતી જ હશે કે આનાથી તેમના નખ પીળા પડી જાય છે. જો તમે વાઈટનિંગ ટૂથપેસ્ટ લઈને સોફટ ટૂથકબ્રશથી તેના પર સ્ક્રબ કરશો તો નખ પહેલા જેવા થઈ જશે. આ સિવાય તમે પાણી અને વિનેગરનાં મિશ્રણમાં હાથને ૧૦ મિનિટ રાખી મુકશો તો પણ ફાયદો થશે.

૮. તમે હંમેશા nail art  વાપરવા ઈચ્છો છો ? તો તમે સ્મોલ ફલાવરની ડિઝાઈન ટૂથપીકથી બનાવી શકો છો. આ માટે તમારે તેને કોન્ટ્રાસ્ટિંગ કલરમાં ડુબાડીને  તમારે એપ્લાય જ કરવાની રહેશે.

૯. શું નેલ પોલિશ લગાવતી વખતે તે આંગળી પર ઓંટી જાય છે ? તમે ear bud (કાન સાફ કરવાનું) કે નાના પેઈન્ટ બ્રશને નેલ પોલિશ રિમૂવરમાં ડિપ કરીને તેને દૂર કરો. આમ કરવાથી તમારી નેલ પોલિશ લગડશે નહિ.

૧૦. ખાસ યાદ રાખો કે એક ઘટ્ટ કોટ કરવા કરતા ૨-૩ પાતળા કોટ કરશો તો સારૂ રિઝલ્ટ મળશે. તમે quick-dry nail paint યૂઝ કરી શકશો.

(9:52 am IST)