Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

બે વર્ષનો દીકરો તેનાથી દસ ગણા જાયન્ટ અજગર સાથે રમે છે

ઇન્ડોનેશિયાના કેટલાક વિસ્તારોમાં લોકો ઘરમાં અજગર પાળતા હોય છે એ બહુ કોમન છે. જોકે તાજેતરમાં ઇસ્ટ જાવા ટાપુ પર ફિલ્માવાયેલી એક વિડીયો કલીપ ઇન્ટરનેટ ણર ફરી રહી છે. એમાં બે વર્ષનો છોકરો જે હજી માંડ ડગુમગુ ચાલતાં શીખયો છે તે લગભગ દસથી બાર ફુટના અજગર સાથે રમી રહ્યો છે. અજગર ગુચળુ વળીને સળવળી રહ્યો છે અને એ સળની વચ્ચે આ બાળક આરામથી જાણે ખુરશી હોય એમ ટેકો દઇને બેઠું છે. અજગરના શરીર પર આળોટીને આ બાળક ઉભું થાય છે અને હદ તો ત્યારે થાય છે જયારે તે અજગરના મોં પાસે જઇને એને હાથમાં ઉઠાવી લે છે. નવાઇની વાત એ છે કે બાળક અજગરનું ડાયરેકટ મોં ઊંચુ કરે છે એ છતાં અજગર મો ખોલતો નથી અને બાળકને જેમ કરવું હોય એમ કરવા દે છે. વિડીયોમાં પાછળ તેના પેરેન્ટ્સ આ જોઇને હસી રહ્યા હોય એવો અવાજ સંભળાય છે

(3:31 pm IST)