Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

વરસાદી પાણી પીવાની વાતને લઈને વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

નવી દિલ્હી: એક ચોંકાવનારા અભ્યાસ અનુસાર હવે દુનિયમાં કોઇપણ સ્થળે વરસાદી પાણી પીવું સુરક્ષિત નથી. સ્ટોકહોમ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા આ અભ્યાસ અનુસાર અત્યારસુધી ખાવાની ચીજોના પેકેજીંગમાં વપરાતા PFAS હવે વરસાદી પાણીમાં પણ જોવા મળે છે. ઝેરી અને શરીર માટે જોખમી હોવાથી આ PFASના કારણે દુનિયામાં કોઇપણ જગ્યાએ વરસાદી પાણી સ્વાસ્થ્ય માટે હાનીકારક બની ગયું છે. એક ચોંકાવનારા અભ્યાસ અનુસાર હવે દુનિયમાં કોઇપણ સ્થળે વરસાદી પાણી પીવું સુરક્ષિત નથી. સ્ટોકહોમ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા આ અભ્યાસ અનુસાર અત્યારસુધી ખાવાની ચીજોના પેકેજીંગમાં વપરાતા PFAS હવે વરસાદી પાણીમાં પણ જોવા મળે છે. ઝેરી અને શરીર માટે જોખમી હોવાથી આ PFASના કારણે દુનિયામાં કોઇપણ જગ્યાએ વરસાદી પાણી સ્વાસ્થ્ય માટે હાનીકારક બની ગયું છે. PFAS એટલે પર એન્ડ પોલીફ્યુરોઆકાઈલ. આ એક એવા કેમિકલ છે કે જે કોઈ ચીજને વાતાવરણની અસરથી બચાવે છે અથવા તો તેને પેકેટમાં પેક કરવામાં આવી હોય તો પેકેટ સાથે ચોંટી જતા અટકાવે છે. તેમાં કાર્બન અને ફ્લોરીન એટોમ હોય છે. આ બન્નેનું સંયોજન સૌથી મજબૂત હોવાથી વાતાવરણમાં તે જલ્દી અદ્રશ્ય થતા નથી અથવા તો ટકેલા રહે છે. આ સંશોધન કરનાર ઇયાન કઝીન્સ જણાવે છે કે દુનિયાના કોઇપણ સ્થળે અમે એકત્ર કરેલા સેમ્પલ અનુસાર વરસાદી પાણી પીવું યોગ્ય કે સુરક્ષિત રહ્યું નથી. “એન્ટાર્ટીક હોય કે તિબેટ. વરસાદી પાણીમાં PFASનું સ્તર અમેરિકન માપદંડ કરતા ઘણું વધારે જોવા મળ્યું છે,” એમ ઇયાન જણાવે છે. ઇયાન અને તેની ટીમે વર્ષ ૨૦૧૦થી એકત્ર કરેલા ડેટાના આધારે આ તારણ કાડ્યું છે.

 

(6:31 pm IST)