Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

અમેરિકાના બાલ્ટીમોરમાં ત્રણ માળના મકાનની ગેસ પાઈપલાનીમાં વિસ્ફોટ થતા મકાન સંપૂર્ણપણે ધરાશાયી થયું

નવી દિલ્હી: અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોર શહેરમાં એક ત્રણ માળના મકાનની ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ થતાં મકાન સંપૂર્ણપણે ધરાશયી થઇ ગયું હતું. ઘટનામાં એક મહિલાનું મોત થયું છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે એક વ્યકિત હજુ પણ મકાનના કાટમાળમાં દટાયેલ છે.

      રાહત અને બચાવ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને તેમણે કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયત્નો કર્યા હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર મેરીલેન્ડના બાલ્ટીમોટરમાં લેબરિંથ એન્ડ રીસ્ટર્સટાઉન રોડ સોમવાર સવારે ૧૦ વાગ્યે એક ભયાનક વિસ્ફોટ થયો હતો. ઘટનાની જાણ થતાં ફાયરવિભાગના ૩૬ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. વિસ્ફોટની ચપેટમાં આવેલા બે મકાનોમાં રહેતા લોકોને હોેસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મકાનના કાટમાળમાં કેટલા લોકો દટાયેલા છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

(6:32 pm IST)