Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ઈંડોનેશિયાના માઉન્ટ સીનાબુંગમાં જ્વાળામુખી ફાટતા લોકોમાં દોડધામ

નવી દિલ્હી : ઇન્ડોનેશિયાનાં માઉન્ટ સિનાબુંગમાં જ્વાળામુખી ફરી ભડકી ઉઠ્યો હતો , જેના કારણે મોટી માત્રામાં રાખ અને ધુમાડો લગભગ પાંચ હજાર મીટર (16,400 ફુટ) ની ઉચાઇ સુધી પહોંચ્યો હતો. કાટમાળની મોટી પરત ફેલાવાથી આસપાસનાં વિસ્તારોમાં અંધકાર ફેલાયો હતો. સુમાત્રા આઇલેન્ડ પર જ્વાળામુખી 2010 થી ફાટી નીકળ્યો હતો અને 2016 માં જીવલેણ વિસ્ફોટ થયો હતો. સોમવારે સવારે થયેલા વિસ્ફોટમાં કોઈનાં ઘાયલ થવા અથવા જીવ ગુમાવવાનાં કોઈ સમાચાર નથી , જોકે અધિકારીઓએ ઝડપી લાવા ફાટવાની અને વધુ વિસ્ફોટ થવાની ચેતવણી જારી કરી છે.

ઇન્ડોનેશિયાનાં જ્વાળામુખી અને ભૂસ્તરશાસ્ત્રી હઝાદ શમન કેન્દ્રનાં સ્થાનિક અધિકારી એરમેન પુટેરાએ જણાવ્યું હતું કે , અમે સિનાબુંગનાં રેડ ઝોનથી બચવા માટે તમામને ચેતવણી આપી રહ્યા છીએ. જો કે , આને કારણે આસપાસનાં વિસ્તારોમાં રાખની લેયર ફેલાઇ ગઇ હતી , જેના કારણે ઓછામાં ઓછા એક ગામમાં એક રાત્રિનો નજારો સર્જાયો હતો. નામાનતેરાન ગામનાં વડા , રેન્કાનાં સીતાપે કહ્યું , " જ્યારે રાખ આવી. જ્યારે તે તેજસ્વી બનીને વાતાવરણમાં ફેલાઇ ગઇ તો એવુ લાગ્યુ કે જાણે રાતનો અંધકાર જવાઇ ગયો હોય." તેમણે જણાવ્યું કે આને કારણે પાકને ઘણું નુકસાન થયું છે.

(6:31 pm IST)