Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

મોરેશિયસના દરિયા કિનારે પાર્ક થયેલ જહાજનું ક્રૂડ ઓઇલ લીક થઇ સમુદ્ર કિનારે ફેલાવા લાગ્યું

નવી દિલ્હી: મોરેશિયસના દરિયા કિનાર બ્લૂ બે મરિન પાર્કમાં ગત અમુક દિવસોથી ઊભેલા જાપાની જહાજમાંથી ક્રૂડ ઓઈલ લીક થઇ હવે સમુદ્ર કિનારે ફેલાવા લાગ્યું છે. હિન્દ મહાસાગરમાં ફસાયેલા ટેન્કરમાં આશરે 4 હજાર ટન ઓઈલ ભરેલું છે જેમાંથી અત્યાર સુધી એક હજાર ટન ઓઈલ લીક થઈ ચૂક્યું છે. એમ.વી.વાકાશિઓ નામનું જહાજ 25 જુલાઈથી દરિયામાં ફસાયેલું છે અને ધીમે ધીમે ડૂબતું જઈ રહ્યું છે. સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓએ ઓઈલ લીકને રોકવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઝડપી પવન અને ખરાબ હવામાનને લીધે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જહાજના નીચલા ભાગમાં પણ તિરાડો પડી રહી છે. તે સંપૂર્ણપણે ભાંગી પડી શકે છે. મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જગન્નાથે પર્યાવરણ માટે કટોકટીની જાહેરાત કરતાં આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદ માગી છે. તેમણે કહ્યું હતું કે ઓઈલ લીક થવાથી દેશની 13 લાખની વસતી પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે જે મોટા ભાગે પર્યટન પર નિર્ભર છે.

(6:29 pm IST)