Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ભૂત સાથે સેકસ્યુઅલ રિલેશનશિપ રાખવાનો દાવો કરતી આ છોકરી હવે ભૂતના બાળકને જન્મ આપવા માંગે છે

બ્રિસ્ટોલ શહેરમાં રહેતી એમેથિસ્ટ રીલ્મ નામની એક યુવતી પોતે ભૂતો સાથે જાતીય સંબંધ બાંધતી હોવાનો દાવો કરે છે. આમ તો એમેથિસ્ટને એક બોયફ્રેન્ડ હોત, પરંતુ જયારે તે કામસર બહાર જાય ત્યારે તે ભૂતો સાથે જાતીય સંબંધ બાંધીને સંતોષ માણતી હતી. આવી વાતોને કારણે તેના બોયફ્રન્ડને શંકા જતા તે બ્રેકઅપ કરીને જતો રહ્યો. યુવતીનું કહેવું છે કે એક વર્ષમાં તેણે ઘણા ભૂતો સાથે સંપર્ક કર્યો હતો. એક વર્ષ પહેલા તે જંગલમાં ફરી રહી હતી એ જ વખતે તેને અચાનક માન્યામાં ન આવે એવી ઉર્જા મહેસૂસ થઇ. તેનું કહેવું છે કે તે ભૂતને જોઇ નથી શકતી, પરંતુ એની સાથે વાત કરી શકે છે અને સેકસ્યુઅલ સંબંધ પણ બાંધે છે. અત્યાર સુધીમાં ૧૪ ભૂતો સાથે સં઼બંધ બનાવ્યાનો દાવો કરતી આ યુવતીએ હવે બ્રિટનના એક મોર્નિંગ ટીવી-શોકમાં ભૂતના બાળકને જન્મ આપવાની ઇચ્છા વ્યકત કરી છે. (૮.ર૦)

(3:47 pm IST)
  • નરેન્દ્ર મોદી આઈઆઈટી મુંબઈના ૫૬માં દિક્ષાંત સમારોહમાં સામેલ થયાઃ વિદ્યાર્થીઓને કર્યુ સંબોધનઃ સમગ્ર દેશ આઈઆઈટીના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવે છે અને વિદેશમાં પણ આપણા વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે access_time 3:35 pm IST

  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST

  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST