Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

આ છે ૧૯ ઇંચ ઉંચો ટચૂકડો ઘોડો

સામાન્ય રીત ેમિનિએચર પ્રજાતિનાં પ્રાણીઓ તેમની મૂળ પ્રજાતિ કરતાં લગભગ અડધું કદ-કાઠી ધરાવતાં હોયછે. જો કે રશિયામાં જમ્ેલો ગુલિવર નામનો અમેકિન મિનિએચર ઘોડો એટલો ટચુકડોછે કે એ ઘોડો કમ અને ડોગી વધુ લાગે ગુલિવર ર૦૧૭માં જન્મ્યો ત્યારે અને હાઇટ માત્ર ૧ર ઇંચની હતી અન વજન અને વજન જસ્ટ ત્રણ કિલો જન્મ સમયે એ બિલાડી જેવો લાગતો હતો. હવ લગભગ સવા વર્ષ બાદ એની હાઇટ ૧૯ ઇંચની થઇ છે. તાજેતરમાં રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં યોજાયેલા ઘોડાઓના એકિઝિબિશનમાં આ મિનિએચર ઘોડાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ શોમાં ગુલિવર એક ટચુકડી પ્રજાતિના ડોગી સાથે રમત જોવા મળ્યો હતો. મોટા ભાગના અમેરિકન મિનિએચર હોર્સ એવરેજ ૩૪ ઇંચની હાઇટ ધરાવતા હોય છે અને તેમની પર રાઇડ કરી શકાયછે. જો કે  ગુલિવરની હાઇટ લગભગ અડધી છે. હાલમાં  ગુલિવરનું નામ ગિનેસ વર્લ્ડ રેકોડ્ર્સ માટે મોકલવામાં આવ્યુ છે. કદાચ એ સૌથી ટચુકડા ઘોડાનું બિરૂદ મેળવી શકશે કેમ કે સૌથી  ટચુકડી ઘોડીનો ખિતાબ ઓલરેડી ૧૭.પ ઇંચની થમ્બેલિના નામની ઘોડી પાસે છે.(૬.૨૪)

(3:46 pm IST)