Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

હવા પર ચાલતી કાર શોધી ઇજિપ્તના વિદ્યાર્થીઓએ

ઇજિપ્તની હેલ્વન યુનિવર્સિટીમાં ભણતા મેકેનિકલ એન્જિનિયરિંગના સ્ટેડન્ટ મહમૂદ યાસરે હવાથી ચાલતી કાર તૈયાર કરી છે. વિશ્વના અન્ય દેશોની જેમ ઇજિપ્ત પણ ફયુઅલના વધતા જતા ભાવોથી પરેશાની અનુભવી રહ્યું છે. આવા સંજોગોમાં મહમૂદની આ શોધ ખુબ કામની છે. મહૂમદે પોતાના બેચના કેટોલાક સહાધ્યાયીઓની મદદથી હવાથી ચાલી શકે એવી કારનું મોડયુલ તૈયાર કર્યુ છે. આ કામ માત્ર અને માત્ર હવાના પ્રેશરથી જ ચાલેછે, બીજું કશું જ એમાં વપરાતું નથી. અન્ડરગ્રેજયુએશન કરી રહેલા આ વિદ્યાર્થીઓએ કોમ્પ્રેસ્ડ ઓકસિજન દ્વારા ચાલતી કારતી પ્રોટો ટાઇપ તૈયાર કરી છે. આ કામ માત્ર એક જ વ્યકિતનું વહન કરી શકે એમ છે. આ વેહિકલને કાર નહીં, પરંતુ ગો-કાર્ટ જેવું વેહિકલ કહી શકાય.આ સ્ટેડન્ટ્સનું કહેવું છેકે તેમણે બનાવેલું વાહન ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ેદોડી શકે છે અને ૩૦ કિલોમીટરનીએવરેજ આપે છે. એ પછી ફરીથી એમાં કોમ્પ્રેસડ હવા ભરવી પડે છે. આ વાહન બનાવવાનો ખર્ચ પણ ૧૦૦૮ અમેરિકન ડોલર એટલે કે ૬૯૦૦૦/- રૂપિયા થાય છે. આ કાર ચલાવવાની કિંમત ઓલમોસ્ટ નહીવ્ત છે. કયુઅલને બદલે માત્ર કોમ્પ્રેસડ એર વપરાતી હોવાથી એના એનિજનને ઠંડુ પાડવાની પણ જરૂર નથી. આ વિદ્યાર્થીઓને વિર્વાસ છેકે હજીયેઆ વેહિકલને અપગ્રેડ કરી શકાય એમ છે. વાહનની ઝડપ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની થાય અને એવરેજ પણ ૧૦૦ કિલોમીટર સુધીની આવેતે માટેતેઓ કામ કરી રહ્યા છે. (૩.૧૭)

(3:45 pm IST)